જમીનના હિસ્સા દુરસ્તી માટે માપણી કરવા 1.90 લાખ માંગનાર DILR સર્વેયર ઝબ્બે

મહેસાણા કચેરીનો આશિષકુમાર 70 હજારનો હપ્તો લેતા રંગેહાથ અઈઇના હાથે ઝડપાયો સર્વેયર આશિષ કુમાર પરમારે પહેલા 1.90 લાખ રૂૂપિયાની કરી હતી માંગણી અને સેટલમેન્ટ કરીને…

મહેસાણા કચેરીનો આશિષકુમાર 70 હજારનો હપ્તો લેતા રંગેહાથ અઈઇના હાથે ઝડપાયો

સર્વેયર આશિષ કુમાર પરમારે પહેલા 1.90 લાખ રૂૂપિયાની કરી હતી માંગણી અને સેટલમેન્ટ કરીને તે 70 હજાર સુધી પહોંચ્યો હતો. લાંચના પ્રથમ હપ્તા પેટે 70 હજાર સ્વીકારતા ગાંધીનગર ACB એ છટકું ગોઠવી ઝડપી પાડયો હતો અને ગાંધીનગર ACB પી.આઇ ડી.એ.ચૌધરી અને તેમની ટીમે ટ્રેપને ગોઠવી હતી.

આ કામના ફરીયાદીની જમીન ગામ-સુરજ તા-બેચરાજી જિલ્લો-મહેસાણા ખાતે ના સર્વે નંબર 210ની જમીનની હિસ્સાદુરસ્તી ( જમીનમાપણી કરાવાની હોવાથી ડી.આઇ.એલ.આર કચેરી મહેસાણા ખાતે અરજી કરેલ જે આધારે આ કામના આરોપીએ ફરીયાદીનો સંપર્ક કરી ફરીયાદીની જમીન માપણી કરી માપણીની શીટો સબમિટ કરવા સારુ પ્રથમ રૂૂ.1,90,000ની લાંચની માંગણી કરી હતી જેમાં આરોપીએ પ્રથમ હપ્તા પેટે રૂૂં.70 હજાર માંગ્યા હતા. યુવક લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. આ અંગે એસીબીના પીઆઈ ડી.એ. ચૌધરી અને તેમની ટીમે ગુરુવારે છટકું ગોઠવ્યું હતું. યુવક જ્યારે 70 હજાર રૂૂપિયા લઈને પહોંચ્યો, ત્યારે આરોપી આશિષ પરમાર કોઈને શંકા ન જાય તે માટે યુવકને જૂની કોર્ટ કેમ્પસમાં આવેલી ચાની કીટલી પર લઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *