ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામના સામા કાંઠા વિસ્તારમાં મયુર વળવાતર નામના 35 વર્ષીય યુવાનની તેમના 5 મિત્રો એ જમવાની પાર્ટી ગોઠવી હતી અને પાર્ટીમાં બોલાચાલી થતા આરોપી ઓએ મયુરનીહત્યા નિપજાવી હતી અને ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાઈ ગયા બાદ તમામ આરોપીઓ આરોપીઓ કરણ શંભુ ડગિયા, પિયુષ શંભુ ડગિયા, મહેશ ઊર્ફે દીકુ શંકરભાઈમકવાણા,અજયવનાભાઈ ગુજરિયા, દેવાભાઇ ભરતભાઈ રાઠોડને ગીર ગઢડા પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ પોલીસ હત્યાનું કારણ જાણવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે બીજી તરફ આજે ગીર ગઢડા મામલતદારને મૃતકના પરિવારજનો એ આવેદનપત્ર પાઠવી આરોપીને કડક સજા કરવાની માંગણી સાથે હત્યા ના આરોપીના મકાનો પર બુલડોઝર ફેરવાની માંગ કરી હતી આવેદન માં જણાવેલ કે હત્યાના આરોપી માથાભારે ગુનેગારો છે તેમજ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરી આંખમાં સ્પ્રે છાંટી હત્યા નિપજાવી છે તેમજ હત્યારાની ગેરકાયદેસર મિલકત પર કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત બુલડોઝર ફેરવી કાર્યવાહી કરવામાં આવે
ગીરગઢડા: જામવાળાના યુવાનની હત્યાના આરોપી 4 દિવસના રિમાન્ડ પર
ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામના સામા કાંઠા વિસ્તારમાં મયુર વળવાતર નામના 35 વર્ષીય યુવાનની તેમના 5 મિત્રો એ જમવાની પાર્ટી ગોઠવી હતી અને પાર્ટીમાં બોલાચાલી…
