ભારત સામે ઇંગ્લેન્ડની T20 ટીમ જાહેર, હેરી બુ્રક સંભાળશે કમાન

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આગામી હાઈ-વોલ્ટેજ T20 ઇન્ટરનેશનલ સિરીઝ માટે ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ભારતીય…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આગામી હાઈ-વોલ્ટેજ T20 ઇન્ટરનેશનલ સિરીઝ માટે ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ભારતીય પડકારનો સામનો કરવા માટે પોતાની 17 સભ્યોની સત્તાવાર ટીમની જાહેરાત કરી દીધી છે. આ પ્રતિષ્ઠિત શ્રેણીમાં ઇંગ્લિશ ટીમની કમાન ધમાકેદાર બેટ્સમેન હેરી બ્રુકના હાથમાં સોંપવામાં આવી છે. બોર્ડે ટીમમાં બહુ મોટા ફેરફારો કરવાનું ટાળ્યું છે અને ભારત સામે પોતાની ’ફૂલ સ્ટ્રેન્થ’ (સૌથી મજબૂત) ટીમ મેદાને ઉતારી છે.

જોકે, આ ટીમમાં એક એવા યુવા ખેલાડીનો સમાવેશ કરાયો છે જે ભારતીય ટીમ માટે ’સરપ્રાઇઝ પેકેજ’ સાબિત થઈ શકે છે.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ T20 સિરીઝમાં કુલ 5 રોમાંચક મુકાબલા રમાશે. આ પ્રવાસની શરૂૂઆત 1 જુલાઈથી થવા જઈ રહી છે. નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ સિરીઝ માટે પહેલાથી જ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે, શ્રેયસ અય્યરને ટી20 ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

ઇંગ્લેન્ડની આ 17 સભ્યોની ટીમમાં સૌથી મોટું અને આકર્ષક નામ 21 વર્ષના યુવા ઓલરાઉન્ડર જેમ્સ કોલ્સનું છે. T20 સીરીઝ માટે હેરી બ્રુક (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, સન્ની બેકર, ટોમ બેન્ટન, જેકબ બેથેલ, જોસ બટલર, જેમ્સ કોલ્સ, જોર્ડન કોક્સ, સેમ કરન, લિયામ ડોસન, વિલ જેક્સ, સાકિબ મહમૂદ, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, જોશ ટોંગ, લ્યુક વુડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *