દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં આજે સવારે બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. આ ભૂકંપે દેશમાં ભારે તબાહી મચાવી છે. ભૂકંપના કરને હજારો લોકોના મોત થયાં છે. રાજધાની કરાકસ સહિત દેશના અનેક ભાગોમાં ઇમારતો ધ્વસ્ત થઈ ચૂકી છે અને હજારો લોકો પોતાના આવાસ તેમજ દફતરો છોડીને જીવ બચાવવા રસ્તા પર ઉતરી આવ્યા છે.
વેનેઝુએલાના ઉત્તરી દરિયાકાંઠે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે રાજધાની કારાકાસમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ હતી. થોડીક સેકન્ડોમાં બે પ્રચંડ આંચકા અનુભવાયા હતા; પહેલા ભૂકંપની તીવ્રતા 7.2 હતી, જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા 7.5 હતી. ભૂકંપ મોન્ટાલ્બેનથી 28 કિલોમીટર (આશરે 17.3 માઇલ) ઉત્તરપશ્ચિમમાં આવ્યો હતો, જે દેશની કેટલીક સૌથી મોટી રિફાઇનરીઓનું ઘર છે. આ ધરતીકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ઘટનાસ્થળથી આશરે 1,700 કિલોમીટર દૂર આવેલા બ્રાઝિલના એમેઝોન સુધી અનુભવાયા હતા, જ્યાં પણ સુરક્ષાના ભાગરૂપે અનેક ઇમારતો ખાલી કરાવવી પડી હતી. હવે યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે દ્વારા એક અત્યંત ચોંકાવનારી અને ડરામણી ચેતવણી જારી કરવામાં આવી છે, જે મુજબ આ ભયાનક આપત્તિમાં મરણ જનારાઓનો આંકડો 10,000 (દસ હજાર) ને પાર થઈ શકે છે.
યુએસ સુનામી ચેતવણી કેન્દ્રોએ જણાવ્યું હતું કે સુનામીનો કોઈ ખતરો નથી. કારાકાસ સહિત ઘણા શહેરોમાં ઇમારતોને નુકસાન થયું છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. જોકે, હજુ સુધી સરકારે કોઈ મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી.
વેનેઝુએલાને શક્ય તમામ મદદ પૂરી પાડીશું: ટ્રમ્પ
વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાહત સહાયની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે યુએસ શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે અને તમામ સરકારી એજન્સીઓને ઝડપથી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું,
યુનાઇટેડ સ્ટેટ્સ સંપૂર્ણપણે તૈયાર અને મદદ કરવા સક્ષમ છે. મેં મારી સરકારની બધી એજન્સીઓને તાત્કાલિક તૈયારી કરવા નિર્દેશ આપ્યો છે. અમે અમારા નવા અને સારા મિત્રોની સાથે ઉભા રહીશું.
