ભાગેડુ નીરવ મોદીને લંડન હાઇકોર્ટનો ઝટકો, BOIએ જીત્યો 100 કરોડનો કેસ

નીરવ મોદી 4.1 મિલિયનની રકમ ચૂકવવા જવાબદાર ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો છે. લંડન હાઈકોર્ટના એક જજે નીરવ મોદી સામેના કેસમાં મંગળવારે…

નીરવ મોદી 4.1 મિલિયનની રકમ ચૂકવવા જવાબદાર

ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો છે. લંડન હાઈકોર્ટના એક જજે નીરવ મોદી સામેના કેસમાં મંગળવારે બેંક ઓફ ઈન્ડિયાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. બેંક ઓફ ઈન્ડિયાએ લંડન હાઈકોર્ટમાં નીરવ મોદી સામે ₹100 કરોડનો કેસ જીત્યો છે. કોર્ટે સ્વીકાર્યું કે, ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી પર જાહેર ક્ષેત્રની બેંકનું ₹10.7 મિલિયન (₹100 કરોડથી થોડું વધારે) દેવું છે.

નીરવ મોદી પીએનબી કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે. TOI અનુસાર, લંડન હાઈકોર્ટના ન્યાયાધીશ સિમોન ટિંકલરે ચુકાદો આપતા કહ્યું હતું કે, મિસ્ટર નીરવ મોદી બેંકને આપવામાં આવેલી વ્યક્તિગત ગેરંટી હેઠળ 4.1 મિલિયન (આશરે રૂૂ. 38.9 કરોડ)ની મૂળ રકમ ચૂકવવા માટે જવાબદાર છે. આમાં બેંક દ્વારા નક્કી કરાયેલા આધારે ગણતરી કરાયેલો વ્યાજ ઉમેરવામાં આવશે. નીરવ મોદીએ એવો કોઈ બચાવ રજૂ નથી કર્યો જેનાથી એ જાણવા મળે કે બેંક તે રકમ માટે હકદાર કેમ ન હતી.

હકીકતમાં, બેંક ઓફ ઈન્ડિયાએ જુલાઈ 2012માં દુબઈમાં નીરવની કંપનીઓમાંની એક, ફાયરસ્ટાર ડાયમંડ FZEને કેટલાક પૈસા ઉછીના આપ્યા હતા. ત્યારબાદ નીરવ મોદીએ 3 ઓગસ્ટ, 2013ના રોજ લોન માટે વ્યક્તિગત ગેરંટી આપી હતી. 2018ની શરૂૂઆતમાં જ્યારે નીરવ મોદીના પંજાબ નેશનલ બેંક સાથે કથિત છેતરપિંડીના સમાચાર ફેલાયા, ત્યારે બેંક ઓફ ઈન્ડિયાએ લોન પાછી મેળવવાનો નિર્ણય લીધો હતો. માર્ચ અને એપ્રિલ 2018માં ફાયરસ્ટાર અને નીરવને મોકલવામાં આવેલી માગણીઓનો કોઈ જવાબ ન મળ્યો. ત્યારબાદ, 8 માર્ચ, 2024ના રોજ બેંક ઓફ ઈન્ડિયાએ 4.1 મિલિયનની મૂળ રકમ અને વ્યાજ માટે સારાંશ ચુકાદો મેળવ્યો હતો. બેન્કે ઓક્ટોબર 2025માં નીરવને બીજો માગ પત્ર મોકલ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *