સલાયામાં અજાણ્યા વાહનની ઠોકરે વીજપોલ તૂટયો, PGVCL દ્વારા તુરંત કાર્યવાહી

  દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના કસ્ટમ રોડ પર એક વીજપોલ તૂટી પડ્યો હતો. અજાણ્યા વાહન ચાલકની ઠોકરથી આ ઘટના બની હતી, જેના કારણે વીજવાયરો સાથેનો…

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના કસ્ટમ રોડ પર એક વીજપોલ તૂટી પડ્યો હતો. અજાણ્યા વાહન ચાલકની ઠોકરથી આ ઘટના બની હતી, જેના કારણે વીજવાયરો સાથેનો પોલ નમી ગયો હતો.ચાલુ વીજવાયરો સાથે પોલ નમી જતાં થોડા સમય માટે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે તાત્કાલિક PGVCL ટીમને જાણ કરવામાં આવી હતી.માહિતી મળતા જ PGVCL ના લાઇનમેન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાવ્યો અને ઉંઈઇ ની મદદથી તૂટેલા વીજપોલને હટાવી દીધો હતો.વાયરોને વ્યવસ્થિત કર્યા બાદ વિસ્તારમાં વીજળી પુરવઠો ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો. PGVCL ની સમયસરની કાર્યવાહી અને સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *