આડાસંબધની આંટીઘૂંટીમાં દંપતીએ સજોડે ફિનાઇલ પીધું

શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા દંપતિને એક શખ્સે શિતલ પાર્ક પાસે બોલાવી પત્ની સાથે આડાસંબધ અને બુટી પડાવી લીધાની ધરાર કબુલાત કરાવવા વીડિયો ઉતારી ધમકી આપી…

શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા દંપતિને એક શખ્સે શિતલ પાર્ક પાસે બોલાવી પત્ની સાથે આડાસંબધ અને બુટી પડાવી લીધાની ધરાર કબુલાત કરાવવા વીડિયો ઉતારી ધમકી આપી હતી. જેથી દંપતિએ સજોડે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શખ્સે કબુલાત માટે રફેદફે કરી હોસ્પિટલે જવા નહીં દીધાનો દંપતિ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગર વિસ્તારમાં આવેલ લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા જગદીશભાઇ જીવરાજભાઇ નારોલા (ઉ.વ.35) અને તેમની પત્ની રાજલબેન જગદીશભાઇ નારોલા (ઉ.વ.34) સાંજના સાતેક વાગ્યાના અરસામાં શિતલ પાર્ક પાસે મેલડી માતાજીના મંદિર પાસે હતા. ત્યારે સજોડે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દંપતિની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં જગદીશભાઇ નારોલા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમને સંતાન નથી. નાગેશ્ર્વર મંદિર ખાતે ધૂન-ભજન કરવા જતી મુકતાબેન ભૂપતભાઇ નામની મહિલા છેલ્લા છ મહિનાથી સંપર્કમાં આવતા જગદીશભાઇ નારોલા તેમને તેડવા મુકવા માટે જતા હતા. તે દરમ્યાન નાગેશ્ર્વરમાંથી નોકરીની જાહેરાત આવી હતી. જેથી જગદીશભાઇએ પત્ની રાજલબેનને નોકરી પર રખાવવા ફોન કર્યો હતો. જેના કારણે ભૂપતે અનૈતિક સંબધની શંકા કરી જગદીશભાઇ નારોલા અને રાજલબેન નારોલાને શિતલપાર્ક પાસે બોલાવી જગદીશભાઇને તારે મારી પત્ની સાથે આડાસંબધ છે અને રાજલબેનને તમે મારી પત્નીની બુટી પડાવી લીધી છે. તેવી કબુલાત કરાવવા વીડિયો ઉતાર્યા હતો. દંપતિએ કબુલાત નહીં આપતા ભૂપતે ધાક ધમકી આપી હેરાનગતિ કરતા જગદીશભાઇ નારોલા અને રાજલબેન નારોલાએ સજોડે ફિનાઇલ પી લીધુ હતું. ફિનાઇલ પી લીધા બાદ પણ કબુલાત આપો તો જ હોસ્પિટલે સારવાર અથે જવા દઇશ તેમ કહી ભૂપતે રફેદફે કરી એક કલાક બાદ સારવાર અર્થે જવા દીધા હોવાનુ દંપતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *