યુરોપમાં ‘હીટ ડોમ’નો હાહાકાર, ફ્રાન્સમાં બે બાળકોનાં મોત, બ્રિટનમાં જનજીવન ખોરવાયું

રસ્તાઓ પીગળી ગયા, ટ્રેન-વિમાન સેવાઓ ખોરવાઇ હાલમાં સમગ્ર યુરોપ કુદરતના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. સહારાના રણમાંથી ફૂંકાતા ગરમ પવનો અને વાતાવરણમાં સર્જાયેલા હીટ ડોમને…

રસ્તાઓ પીગળી ગયા, ટ્રેન-વિમાન સેવાઓ ખોરવાઇ

હાલમાં સમગ્ર યુરોપ કુદરતના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. સહારાના રણમાંથી ફૂંકાતા ગરમ પવનો અને વાતાવરણમાં સર્જાયેલા હીટ ડોમને કારણે યુરોપના મોટાભાગના દેશોમાં તાપમાન 45ઓઈને પાર પહોંચી ગયુ છે. મે મહિના બાદ જૂનમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનો છે. જેના કારણે ફ્રાન્સ, સ્પેન, જર્મની અને બ્રિટન જેવા દેશો ગંભીર સંકટમાં મુકાઇ ગયા છે.

ફ્રાન્સમાં સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. દેશના એક તૃતીયાંશ ભાગમાં ’રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ કાળઝાળ ગરમી વચ્ચે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના દક્ષિણ ફ્રાન્સના કાર્પેન્ટ્રસ શહેરમાં બની હતી, જ્યાં કારની અંદર બે નાના બાળકોના ગરમીના કારણે મોત થયા હતા. પાર્ક કરેલી કારમાં અસહ્ય ગરમીના કારણે થયેલા આ મૃત્યુએ વાલીઓમાં અને તંત્રમાં ભારે ગભરાટ ફેલાવી દીધો છે.

બ્રિટનમાં તાપમાન 400ઓઈ સુધી પહોંચતા ત્યાં ’જીવન માટે જોખમ’ એટલે કે લાલ ચેતવણી જારી કરવામાં આવી છે. અસહ્ય ગરમીને કારણે રસ્તાઓ પીગળી રહ્યા છે અને રેલના પાટા વિકૃત થઈ રહ્યા છે, પરિણામે ટ્રેન અને વિમાન સેવાઓ ખોરવાઈ ગઈ છે.

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ ચેતવણી આપી છે કે વીજળી, પાણી, ગેસ અને મોબાઈલ નેટવર્ક જેવી આવશ્યક સેવાઓ પણ ગરમીના કારણે ઠપ્પ થઈ શકે છે. સ્પેનમાં પણ ગરમીને કારણે જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ આત્યંતિક ગરમી પાછળ માનવ-પ્રેરિત આબોહવા પરિવર્તન મુખ્ય જવાબદાર છે. છેલ્લા ચાર વર્ષમાં સમગ્ર યુરોપમાં ગરમી સંબંધિત કારણોસર 2 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે આવનારા પાંચ વર્ષમાં તાપમાનના નવા અને ભયાનક રેકોર્ડ તૂટી શકે છે. નિષ્ણાત અક્ષય દેવરાસના મતે, વાતાવરણમાં ઉમેરાતી વધારાની ગરમીને કારણે હવામાન અત્યંત આત્યંતિક બની રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *