જાફરાબાદમાં વાહનચાલકોને ટાર્ગેટ કરતાં સિંહનું શંકાસ્પદ મોત, આંચકીથી મોતની આશંકા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં બાબરકોટ રોડ પર આવેલી જાફરાબાદ રેન્જ વનવિભાગની કચેરી નજીક એક સિંહે આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા…

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં બાબરકોટ રોડ પર આવેલી જાફરાબાદ રેન્જ વનવિભાગની કચેરી નજીક એક સિંહે આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પાછળ સિંહે દોડ લગાવી હુમલાના પ્રયાસો કરતા લોકોમાં ભારે ભય ફેલાયો હતો. મળતી માહિતી મુજબ, વનવિભાગની કચેરી પાસેથી સૌપ્રથમ વિનુભાઈ બારૈયા નામના બાઈક ચાલક પસાર થઈ રહ્યા હતા, ત્યારે સિંહે તેમના પર હુમલો કરવા તરાપ મારી હતી.

આ હુમલામાં બાઈક ચાલક નીચે પડી ગયો હતો અને સિંહે પંજો મારતા તેને હાથના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટનાના થોડા સમય બાદ ત્યાંથી પસાર થઈ રહેલી એક રિક્ષા પર પણ સિંહે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જોકે, સદનસીબે રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. વનવિભાગની ટીમ પર પણ હુમલાનો પ્રયાસ ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ રેન્જ વનવિભાગની ટીમ ડોક્ટરો સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી.

સિંહે ત્યાં હાજર વનવિભાગના સ્ટાફ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે થોડીવાર માટે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. યુવકને હોસ્પિટલ સારવારાર્થે ખસેડાયો હતો. રસ્તા પર હાહાકાર મચાવ્યા બાદ, આ નર સિંહને અચાનક શરીરમાં 2થી 3 વખત જોરદાર ઝટકા (આંચકી) આવ્યા હતા અને તે જમીન પર ઢળી પડ્યો હતો. વનવિભાગની ટીમ તેને રેસ્ક્યૂ કરે તે પહેલા જ સિંહે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. વનવિભાગ દ્વારા મૃતક સિંહના મૃતદેહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.

DCF ચિરાગ અમીન શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીને જણાવ્યું હતું કે, વનવિભાગની ટીમ ડોક્ટર સાથે રેસ્ક્યૂની તૈયારી કરે તે પહેલા જ સિંહનું મોત થઈ ગયું હતું. પ્રાથમિક તપાસમાં સિંહમાં હડકવા જેવા લક્ષણો દેખાયા છે. જઘઙ (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) મુજબ સિંહના તમામ સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. વનવિભાગે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *