રાજકોટ પંથકમાં જીવલેણ રોગચાળો માસૂમ બાળા સહિત બેને ભરખી ગયો

રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાની સીઝન શરૂ થતા જ રોગચાળો વર્ક્યો હોય તેમ વધુ બે માનવ જિંદગી કાળના ખપરમાં હોમાણી છે. જેમાં લોધીકાના ચીભડા ગામે ત્રણ…

રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાની સીઝન શરૂ થતા જ રોગચાળો વર્ક્યો હોય તેમ વધુ બે માનવ જિંદગી કાળના ખપરમાં હોમાણી છે. જેમાં લોધીકાના ચીભડા ગામે ત્રણ વર્ષની માસુમ બાળાને તાવ અને રાજકોટમાં ત્રિવેણીનગરમાં ત્રણ મહિના તાવ અને કમળાની બિમારીમાં સપડાયેલા યુવાનનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધીકા તાલુકાના ચીભડા ગામે રહેતા પરિવારની રાધીકાબેન લોકેશભાઇ હુદરીયા નામની 3 વર્ષની માસુમ બાળકીનું તાવની બીમરી સબબ લોધીકા બાદ રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જયા માસુમ બાળકીનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક બાળકી એક ભાઇ ત્રણ બહેનમાં નાની હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉ5રાંત બીજા બનાવમાં રાજકોટમાં ગુરુપ્રસાદ ચોક પાસે આવેલા ત્રિવેણીનગરમાં રહેતા અભિજીતસિંહ અજીતસિંહ પરમાર નામનો 37 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાડા ચારેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જયા યુવકનુ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન તેના માતા-પિતાનો આધાર સ્થભ એકનો એક પુત્ર હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે. અભિજીતસિંહ પરમાર છેલ્લા ત્રણ મહિનાથી તાવ અને કમળાની બિમારીમાં સંપડાયો હતો. બીમારીના કારણે નબળાઇના લીધે બેડ પરથી પડી જતા મોત નીપજ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *