ગીર સોમનાથમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ 17 લાખથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ

મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરનાર ખાતાધારક સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ   ગીર સોમનાથ જિલ્લા પોલીસે “ઓપરેશન મ્યુલ હન્ટ 2.0” હેઠળ સાયબર ગુનાઓ સામે મોટી કાર્યવાહી…

મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરનાર ખાતાધારક સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ

 

ગીર સોમનાથ જિલ્લા પોલીસે “ઓપરેશન મ્યુલ હન્ટ 2.0” હેઠળ સાયબર ગુનાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં રૂૂા.17 લાખથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે, જેમાં મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરનારા વેરાવળના એક ખાતાધારક સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જૂનાગઢ રેન્જના ડીઆઈજી પી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી હતી. સમન્વય પોર્ટલ, NCCRP પોર્ટલ અને બેન્કિંગ માહિતી વિશ્ર્લેષણ દ્વારા શંકાસ્પદ ખાતાઓની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ઇન્ડસઇન્ડ બેંકના “ટેન સ્ટાર સી ફૂડ્સ” નામના એકાઉન્ટ વિગતો સામે આવી હતી. આ ખાતું વેરાવળના યુનુસ નુરમોહમદ ચૌહાણ ના નામે હતું તેમાં દેશના વિવિધ રાજ્યોમાં થયેલી સાયબર છેતરપિંડી ના નાણાં ટ્રાન્સફર થયા હોવાનું બહાર આવેલ છે. NCCRP પોર્ટલ પર નોંધાયેલી આઠ ફરીયાદોના નાણાં આ જ ખાતામાં જમા થયા હતા. પ્રાથમિક તપાસમાં યુનુસ ચૌહાણે કમિશનની લાલચે પોતાનું બેન્ક એકાઉન્ટ મોબાઈલ નંબર અને અન્ય બેન્કિંગ વિગતો ઓળખીતા દિલાવર રહીમભાઇ ખુરેશી અને હિરેન વાઘેલા ને આપી હતી.

આ ત્રણેય એ આર્થિક લાભ મેળવવાના હેતુથી ખાતાનો ઉપયોગ કરી સાયબર ફોડના નાણાં ના વ્યવહાર કર્યા હતા. પોલીસ તપાસમાં આ ખુલાસો થયેલ જેમાં આ ખાતા મારફતે આઠ ફરીયાદો સાથે સંકળાયેલા અંદાજે રૂૂા.17 લાખ થી વધુ ની રકમનું ટ્રાન્ઝેકશન થયું હતું. વધુમાં, આ એકાઉન્ટ દેશના વિવિધ રાજ્યોમાં થયેલા અંદાજે રૂૂા.3.28 કરોડના સાયબર ફ્રોડ કેસો સાથે પણ જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ગીર સોમનાથ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 ની કલમ 317(2) અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓમાં યુનુસ નૂરમોહમ્મદ ચૌહાણ (વેરાવળ), દિલાવર રહીમભાઈ ખુરેશી (મીઠાપુર, વેરાવળ) અને હિરેન વાઘેલા (કેશોદ) નો સમાવેશ થાય છે. હિરેન વાઘેલા ની ધરપકડ બાકી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. ઝણકાત ના માર્ગદર્શન હેઠળ તબ્બસુમબેન રાણીકા, અંકુર ભાઈ બારડ, નીતિનભાઈ જેઠવા, રાહુલસિંહ નકુમ, જયદીપ કુમાર ભર્ગા અને હિરેનભાઈ જોટવા સહિતની સાયબર ક્રાઈમ ટીમ દ્વારા કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ એ પોતાના બેંક ખાતા, અઝખ કાર્ડ, ચેક બુક, સિમકાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ ની વિગતો કોઈ અજાણી વ્યક્તિ ને કમિશન કે અન્ય લાલચમાં આવીને આપવી નહીં. આવા કૃત્યોમાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર નાગરિકોને 1930 હેલ્પલાઇન અથવા NCCRP પોર્ટલ મારફતે તાત્કાલિક ફરિયાદ નોંધાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *