સવારે 6થી રાત્રીના 2 વાગ્યા સુધી પરિસરમાંથી જ બાઇક, રિક્ષા અને ટેકસી બુક કરાવી શકાશે
મુસાફરોને સ્ટેશનથી તેમના ગંતવ્ય સ્થાન સુધી સુરક્ષિત, સુવિધાજનક અને કિફાયતી પરિવહન પૂરું પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા રાજકોટ રેલવે સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયામાં રેપિડો કાઉન્ટરની સુવિધા શરૂૂ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાના માધ્યમથી મુસાફરો સ્ટેશન પરિસરથી જ બાઇક, થ્રી-વ્હીલર (ઓટો) તેમજ ફોર-વ્હીલર (કેબ)નું બુકિંગ કરી શકશે.
રાજકોટ સ્ટેશન પર શરૂૂ કરાયેલી આ સુવિધાથી મુસાફરોને ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ઝડપી અને સરળ પરિવહન ઉપલબ્ધ થશે. સ્ટેશન પરિસરમાં કાર્યરત રેપિડો કાઉન્ટર પર ઉપલબ્ધ સ્ટાફ મુસાફરોને રાઇડ બુકિંગમાં જરૂૂરી સહયોગ આપશે, જેનાથી તેમની મુસાફરી વધુ સુગમ અને આરામદાયક બનશે.
આ સુવિધા વરિષ્ઠ નાગરિકો, પ્રવાસીઓ, મહિલાઓ, પરિવારો અને અન્ય મુસાફરો માટે વિશેષ રૂૂપે ફાયદાકારક સાબિત થશે. મુસાફરો પોતાની જરૂૂરિયાત અને સુવિધા અનુસાર બાઇક, ઓટો કે કેબની પસંદગી કરી શકશે. રાજકોટ સ્ટેશન પરિસરમાં સ્થાપિત રેપિડો કાઉન્ટર અઠવાડિયાના તમામ દિવસોમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં ભવિષ્યમાં રાજકોટ ડિવિઝનના દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર અને મોરબી સ્ટેશનો પર પણ રેપિડો સુવિધા શરૂૂ કરવાનું આયોજન છે.
