ચાલુ પગારે બે વર્ષથી શાળાના આચાર્ય ન્યૂઝીલેન્ડમાં, શિક્ષણ તંત્રમાં નવું ભોપાળુ

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂૂઆત અને પ્રવેશોત્સવની તૈયારીઓ વચ્ચે મહેસાણા જિલ્લામાંથી શિક્ષણ વ્યવસ્થાને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા તાલુકાના દીતાસણ ગામની સરકારી પ્રાથમિક…

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂૂઆત અને પ્રવેશોત્સવની તૈયારીઓ વચ્ચે મહેસાણા જિલ્લામાંથી શિક્ષણ વ્યવસ્થાને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા તાલુકાના દીતાસણ ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય છેલ્લા લગભગ બે વર્ષથી વિદેશમાં હોવાના આક્ષેપો વચ્ચે શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. મંજૂર રજાનો સમય પૂર્ણ થઈ ગયા બાદ પણ આચાર્ય ફરજ પર હાજર ન થતાં શાળાનું સંચાલન ઇન્ચાર્જના ભરોસે ચાલી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી હોવાનું સામે આવ્યું છે.

દીતાસણ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય પટેલ પ્રગતિબેન મંજૂર રજાના આધારે વિદેશ ગયા હતા. જોકે, તેમની રજાનો સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં તેઓ હજુ સુધી ફરજ પર પરત ફર્યા નથી. આચાર્ય હાલમાં ન્યૂઝીલેન્ડમાં હોવાનું જાણવા મળ્યું છે. જો આ હકીકતો સાચી સાબિત થાય તો તે સરકારી શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી અને દેખરેખ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આચાર્યની લાંબા સમયથી ચાલતી ગેરહાજરીના કારણે શાળાનું સંચાલન ધોરણ-6ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકને સોંપવામાં આવ્યું છે. આ સમગ્ર મામલો સામે આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ પણ કાર્યવાહી શરૂૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત ફેબ્રુઆરી મહિનામાં શિક્ષણ વિભાગ દ્વારા આચાર્યને ઈ-મેઈલ મારફતે નોટિસ પાઠવવામાં આવી હતી.

ત્યારબાદ માર્ચ મહિનામાં ફરજ પર હાજર થવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, આદેશ છતાં આચાર્ય ફરજ પર હાજર થયા ન હતા. તેના બદલે તેમણે કપાત પગાર રજાની અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ શિક્ષણ વિભાગે તેમની અરજી નામંજૂર કરી દીધી હતી. હવે વિભાગ દ્વારા વધુ એક નોટિસ પાઠવવાની અને કડક શિસ્તભંગની કાર્યવાહી શરૂૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ ઘટનાએ સરકારી કર્મચારીઓની જવાબદારી અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અંગે ચર્ચા જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *