થાનમાં વગર લગ્ને સાથે રહેતી પ્રેમિકાને કામે સાથે આવવાની પ્રેમીએ ના પાડતા એસિડ પીધું

થાનમાં વગર લગ્ને સાથે રહેતી પ્રેમિકાએ કારખાને સાથે કામે જવાનું કહેતાં પ્રેમિએ ના પાડી હતી. જેથી યુવતીને લાગી આવતાં એસીડ પી લીધું હતું. યુવતીને ઝેરી…

થાનમાં વગર લગ્ને સાથે રહેતી પ્રેમિકાએ કારખાને સાથે કામે જવાનું કહેતાં પ્રેમિએ ના પાડી હતી. જેથી યુવતીને લાગી આવતાં એસીડ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, થાનમાં વગડીયા રોડ પર આવેલા વાદીપરા વિસ્તારમાં રહેતી બંસીબેન મનસુખભાઈ રૂદાતલા નામની 18 વર્ષની યુવતીએ એસિડ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બંસીબેનની મોટી બહેન વનિતાબેનને રવિ નરશી સાકરીયા સાથે ફ્રેન્ડશીપ હતી. બાદમાં વનિતાબેનના લગ્ન થઈ જતાં બંસીબેન રવિ સાકરીયા સાથે વગર લગ્ને સાથે રહેતી હતી અને કારખાને કામે સાથે જવાનું પ્રેમીએ ના પાડતાં એસીડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં ભચાઉના તોરણીયા ગામે રહેતી રાધાબેન શ્યામજીભાઈ નામની 17 વર્ષની સગીરાને માતા નમ્રતાબેનને સગાઈ પ્રસંગમાં જવાની ના પાડી હતી. જેથી રાધાબેનને લાગી આવતાં ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *