મુખ્યમંત્રીનો સ્વાગત જનફરિયાદ નિવારણ કાર્યક્રમ સોમવારે યોજાશે

23થી 25 જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવના આયોજનને લઇને ફેરફાર રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ-રજુઆતોના ઓનલાઈન નિવારણનો દર મહિનાના ચોથા ગુરૂૂવારે યોજવામાં આવતાં મુખ્યમંત્રીનાં સ્વાગત ઓનલાઈન જન…

23થી 25 જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવના આયોજનને લઇને ફેરફાર

રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ-રજુઆતોના ઓનલાઈન નિવારણનો દર મહિનાના ચોથા ગુરૂૂવારે યોજવામાં આવતાં મુખ્યમંત્રીનાં સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમનો જૂન-2026નો રાજ્ય સ્વાગત તા.22 જૂન, સોમવારના દિવસે યોજાશે. રાજ્યમાં તા.23થી 25 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અનુસંધાને જૂન-2026નો રાજ્ય સ્વાગત ગુરૂૂવારને બદલે તા.22મી જૂન, સોમવારના રોજ યોજવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.

આ રાજ્ય સ્વાગતમાં રજૂઆત કર્તાઓ તા. 22/06/2026ને સોમવારે સવારે 8 વાગ્યા થી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ-2 ગાંધીનગર ખાતે રૂૂબરૂૂ ઉપસ્થિત રહીને આપી શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે તા. 22 જૂનના બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે તેમજ આવી રજૂઆતોના નિવારણ-ઉકેલ માટે તંત્રવાહકોનું માર્ગદર્શન કરશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *