કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામનાં યુવાનનું ટ્રક પલટી જતાં મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા ભરતભાઈ જીવાભાઈ કણજારીયા નામના 38 વર્ષના સતવારા યુવાન ગત તારીખ 18 જૂનના રોજ રાત્રિના સમયે તેમના જી.જે. 37 ટી. 6730…

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા ભરતભાઈ જીવાભાઈ કણજારીયા નામના 38 વર્ષના સતવારા યુવાન ગત તારીખ 18 જૂનના રોજ રાત્રિના સમયે તેમના જી.જે. 37 ટી. 6730 નંબરના ટ્રકમાં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે નજીકના હાઈવે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા આ ટ્રકના ચાલક ભરતભાઈ કણજારીયાનો ટ્રક રોડની એક બાજુ પલટી ખાઈ જતા ભરતભાઈને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના મોટાભાઈ દિનેશભાઈ જીવાભાઈ કણજારીયા (ઉ.વ. 39) ની ફરિયાદ પરથી મૃતક ટ્રકના ચાલક ભરતભાઈ જીવાભાઈ કણજારીયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

પરિણીતાને ત્રાસ
દ્વારકાના ધીંગેશ્વર પાડો વિસ્તારમાં રહેતી અને સતવારા ભીખાભાઈ પરમારની 27 વર્ષની પરિણીત પુત્રી ભારતીબેન સાગર ચોપડાને તેણીના ખંભાળિયામાં વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતા તેણીના પતિ સાગર પરસોત્તમભાઈ ચોપડા, સાસુ પમીબેન અને મેહુલ પરસોત્તમભાઈ ચોપડા તથા ધનવાન પરસોતમભાઈ ચોપડા ગામના ચાર સાસરિયાઓએ અવારનવાર ઝઘડો કરી, મારકૂટ કર્યાની તથા તને છોકરા રાખતા આવડતું નથી, રસોઈ બનાવતા આવડતું નથી તેવા મેણા-ટોણા મારી, દુ:ખ ત્રાસ આપવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *