વેરાવળમાં ત્રણ બાળ મજૂર મળી આવતા માલિકો સામે કાર્યવાહી

બાળશ્રમયોગી નાબુદી અંગેની ટાસ્કફોર્સ દ્વારા તા.16 નાં ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાની બાળશ્રમયોગી નાબુદી અંગેનો ટાસ્કફોર્સ સમિતિ સાથે વેરાવળના વિવિધ સ્થળોએ બાળ મજૂરી નાબુદી રેડ…

બાળશ્રમયોગી નાબુદી અંગેની ટાસ્કફોર્સ દ્વારા તા.16 નાં ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાની બાળશ્રમયોગી નાબુદી અંગેનો ટાસ્કફોર્સ સમિતિ સાથે વેરાવળના વિવિધ સ્થળોએ બાળ મજૂરી નાબુદી રેડ યોજાઈ હતી.

સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમાર, મોડેલ સ્કૂલ-ઈણાજ એ.આ. ડોડીયા, નાયબ નિયામક સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) કચેરીના પી.એસ. ચૌહાણ, જિલ્લા બાળ સુરક્ષા એકમ ના એમ.વી.ગોહિલ, જિલ્લા રોજગાર કચેરી આર. એમ. વાઘ દ્વારા બાળમજૂરી નાબુદી ઝુંબેશ હેઠળ વેરાવળ શહેર વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતાં.

આ દરોડામાં વેરાવળ શહેરમાં ટાવર ચોક અને સટ્ટા બજાર વિસ્તારમાં આવેલી ત્રણે સંસ્થામાં એક-એક તરૂણ શ્રમયોગી મળી કુલ 03 (ત્રણ) તરૂણ શ્રમયોગીઓ મળી આવ્યાં હતાં. જેથી સંસ્થાના માલિકને બાળ અને તરૂણ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-1986 હેઠળ નોટીસ પાઠવી આગળની કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમારની એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *