ઓખા-ગાંધીનગર વચ્ચે NEET પરીક્ષાને લઇને સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે

  પશ્ચિમ રેલવે દ્વારા રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા(NEET-2026) માં બેસનારા ઉમેદવારોની સુવિધા અને મુસાફરોની વધારાની માંગને ધ્યાનમાં રાખીને વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર…

 

પશ્ચિમ રેલવે દ્વારા રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા(NEET-2026) માં બેસનારા ઉમેદવારોની સુવિધા અને મુસાફરોની વધારાની માંગને ધ્યાનમાં રાખીને વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન સંખ્યા 09554 ઓખાગાંધીનગર કેપિટલ સ્પેશિયલ શનિવાર, 20 જૂન 2026 ના રોજ ઓખાથી સવારે 05:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 15:00 વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09553 ગાંધીનગર કેપિટલઓખા સ્પેશિયલ રવિવાર, 21 જૂન 2026 ના રોજ ગાંધીનગર કેપિટલથી રાત્રે 20:55 વાગ્યે ઉપડશે અને સોમવાર, 22 જૂન 2026 ના રોજ સવારે 06:40 વાગ્યે ઓખા પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, કાનાલુસ, જામનગર, હાપા, પડધરી, રાજકોટ, વાંકાનેર, થાન, મૂળી રોડ, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલી રોડ અને ચાંદલોડિયા બી સ્ટેશનો પર ઊભી રહેશે. ટ્રેન સંખ્યા 09554/09553 નું બુકિંગ 19 જૂન, 2026 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના (કોચ કમ્પોઝિશન) ની વિગતવાર માહિતી www. enquiry. indian rail. gov.in પર મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *