‘નીટ’ની પરીક્ષાના 3 દી’ પહેલા વિદ્યાર્થીનો આપઘાત

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ગઇકાલે(17 જૂન) મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના ઇ બ્લોકમાં છઠ્ઠા…

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ગઇકાલે(17 જૂન) મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના ઇ બ્લોકમાં છઠ્ઠા માળેથી બેડરૂૂમની બાલ્કનીની જાળી કાપી મોતની છલાંગ લગાવી હતી. વિદ્યાર્થી નીચે પડતા સિકયુરિટી ગાર્ડને જાણ થઈ અને તેને અન્ય લોકોને જાણ કરી હતી. બનાવમાં વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. હાલ મૃતદેહને પીએમ માટે સિવિલ મોકલવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થી NEETની પરીક્ષાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે. કયા કારણથી આત્મહત્યા કરી તે હજુ સુધી સામે આવ્યું નથી. બનાવની જાણ થતા સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

14 માળના ફ્લેટ છે જેના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. વિદ્યાર્થી નીચે પડ્યો ત્યારે તેનો શ્વાસ ચાલતો હતો, પરંતુ એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી મોત થઈ ચૂક્યું હતું. મૃતદેહ પાસેથી બાળકના ચશ્મા મળી આવ્યા હતા જે હજુ પણ ત્યાં જ છે. ફ્લેટમાં માતા અને બે બાળકો જ રહેતા હતા. મૃતકના પિતા સુરતમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *