રાજકોટના બે જજનો વકીલો દ્વારા બહિષ્કાર

વાણી, વર્તન અને વ્યવહાર સામે બાર એસો.નો આકરો ઠરાવ રાજકોટ બાર એસોસિએશને બે જજની કોર્ટનો અનિશ્ચિત સમય માટે બહિષ્કાર કરવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો છે. ડી.ડી.…

વાણી, વર્તન અને વ્યવહાર સામે બાર એસો.નો આકરો ઠરાવ

રાજકોટ બાર એસોસિએશને બે જજની કોર્ટનો અનિશ્ચિત સમય માટે બહિષ્કાર કરવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો છે. ડી.ડી. શાહ મેડમ અને એચ.એચ. ગુપ્તા સાહેબની કોર્ટમાં વકીલોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી આ બહિષ્કાર ચાલુ રહેશે.

રાજકોટ બાર એસોસિએશનની જનરલ બોર્ડની મીટિંગ તા. 18 જૂન 2026ના રોજ યોજાઈ હતી. આ મીટિંગમાં વરિષ્ઠ તેમજ નવોદિત વકીલોની ફરિયાદો ધ્યાને લઈને સર્વસંમતિથી ઠરાવ કરવામાં આવ્યો છે. ઠરાવ અનુસાર, આ બંને જજની કોર્ટમાં વકીલોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી બંને કોર્ટોનો બહિષ્કાર કરવામાં આવશે.

બાર એસોસિએશને જણાવ્યું છે કે, આ બંને સાહેબો વિરુદ્ધ લેખિત તેમજ મૌખિક ફરિયાદો મળી હતી. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, છતાં વકીલોના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી અને તેમની કાર્યપદ્ધતિ તેમજ વર્તનમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.

બીજા ઠરાવમાં બાર એસોસિએશને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને વિનંતી કરી છે કે, બહિષ્કાર દરમિયાન પ્રોડક્શન અને અન્ય જરૂૂરી કાર્યવાહી માટે વકીલોને પરવાનગી આપવામાં આવે. તેમજ વકીલોની ગેરહાજરીમાં કોઈ પણ કેસમાં પક્ષકારોને નુકસાન ન થાય તે રીતે કેસોની સ્થિતિ જાળવવામાં આવે અને કોઈ પણ પ્રકારના એકપક્ષીય હુકમો ન કરવામાં આવે.

આ ઠરાવ પછી રાજકોટની કાનૂની વર્તુળોમાં ચર્ચાનું વાતાવરણ સર્જાયું છે. વકીલ સમુદાયે આ બંને જજની કોર્ટમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે, જ્યાં સુધી તેમના પ્રશ્નોનું સમાધાન ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *