28.36 લાખ કરોડ રૂપિયા આપીને અમેરિકાએ ઇરાનની શાંતિ ખરીદી લીધી

અમેરિકાએ ઈરાન સાથેના યુદ્ધ વિરામ માટે 300 બિલિયન ડોલર એટલે કે, અંદાજીત 28.36 લાખ કરોડ રૂપિયાની મોટી આર્થિક સહાયની જાહેરાત કરી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…

અમેરિકાએ ઈરાન સાથેના યુદ્ધ વિરામ માટે 300 બિલિયન ડોલર એટલે કે, અંદાજીત 28.36 લાખ કરોડ રૂપિયાની મોટી આર્થિક સહાયની જાહેરાત કરી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂૂ કરવામાં આવેલા તીવ્ર સંઘર્ષ પછી આ સમજૂતીને મોટી ડિપ્લોમેટિક સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

આ સમજૂતીમાં અમેરિકાએ ઈરાન પર 14 મુખ્ય શરતો લાદી છે, જેમાં અણુ કાર્યક્રમ પર પુન: નિયંત્રણ, પ્રાદેશિક સ્થિરતા માટે સહકાર, તેલ ઉત્પાદનમાં વધારો, અમેરિકી કંપનીઓ સાથે વેપારી સંબંધો, આતંકવાદ વિરુદ્ધ સંયુક્ત કાર્યવાહી, હ્યુમન રાઇટ્સ અને મહિલા અધિકારોમાં સુધારા, મિસાઇલ પ્રોગ્રામ પર નિયંત્રણ, પ્રાદેશિક પ્રોક્સી ગ્રુપ્સને સપોર્ટ બંધ કરવો, આંતરરાષ્ટ્રીય નિરીક્ષણને મંજૂરી, અર્થતંત્રમાં પારદર્શિતા, યુએન સાથે સહયોગ, પર્યાવરણીય મુદ્દાઓમાં સુધારા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે રોકાણ અને છેલ્લે અમેરિકી સુરક્ષા હિતોનું રક્ષણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આ શરતોને પૂર્ણ કરવાથી ઈરાનને અર્થતંત્રમાં મોટો લાભ થશે અને તે ‘માલામાલ’ બનવાની તક મળશે. પ્રમુખ ટ્રમ્પે આ સમજૂતીને ‘ઐતિહાસિક’ ગણાવી છે. તેમણે કહ્યું કે આ યુદ્ધ વિરામથી મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપિત થશે અને અમેરિકી અર્થતંત્રને પણ લાભ થશે. અમેરિકાએ 300 બિલિયન ડોલરની આર્થિક સહાય સાથે ઈરાનને યુરો અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં પુન: સક્રિય થવાની તક આપી છે.

ઈરાની અધિકારીઓએ આ સમજૂતીને ‘રાષ્ટ્રીય હિતમાં’ ગણાવી છે. તેઓ માને છે કે આ શરતોને અનુસરવાથી દેશનું અર્થતંત્ર મજબૂત બનશે, તેલની નિકાસ વધશે અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાં રાહત મળશે. આ સમજૂતી સાથે મધ્ય પૂર્વમાં નવું અધ્યાય શરૂૂ થયું છે, જેમાં આર્થિક લાભ અને વ્યૂહાત્મક સંતુલન બંને મહત્વના બની રહ્યા છે.

આ વિકાસને આંતરરાષ્ટ્રીય સ્તરે મિશ્ર પ્રતિક્રિયા મળી છે. કેટલાક દેશો તેને શાંતિનું પગલું માને છે, જ્યારે અન્યો ઈરાન પર અમેરિકી દબાણની ટીકા કરી રહ્યા છે. ભારત સહિત અનેક દેશો આ વિકાસને નજીકથી જોઈ રહ્યા છે, કારણ કે તે તેલના ભાવ અને વૈશ્વિક સ્થિરતા પર અસર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *