G-7 સમિટમાં ફરી મોદી-મેલોની છવાયા
ફ્રાન્સના એવિયન-લે-બેન્સ ખાતે ગઇકાલે જી-7 દેશોના નેતાઓ વૈશ્વિક પડકારો, યુક્રેનને સમર્થન અને અમેરિકા-ઈરાન વચ્ચે થયેલી ઐતિહાસિક શાંતિ સમજૂતી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એકત્રિત થયા હતા. આ વૈશ્વિક મહાસંમેલન વચ્ચે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચેની ટૂંકી મુલાકાતે સોશિયલ મીડિયાપર ભારે આકર્ષણ જમાવ્યું છે અને ઇન્ટરનેટ પર ફરી એકવાર ‘Melodi‘ ટ્રેન્ડ પાછો ફર્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના અન્ય વૈશ્વિક નેતાઓ સાથે ગ્રૂપ ફોટો માટે લાઇનઅપ થતા પહેલાં ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને પીએમ નરેન્દ્ર મોદી એકબીજાનું અભિવાદન કરતા અને હાથ મિલાવતા જોવા મળે છે. વીડિયોમાં ઓડિયો બહુ સ્પષ્ટ નથી, પરંતુ પીએમ મોદી જ્યોર્જિયા મેલોની સાથે સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા વિશે વાત કરી રહ્યા હોવાનું જણાય છે. આના જવાબમાં ઇટાલીના વડાપ્રધાને હસતા હસતા કહ્યું, “હા, આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી પ્રખ્યાત કપલ છીએ.”
આ રસપ્રદ વાતચીત તેમના રોમ પ્રવાસના લગભગ એક મહિના પછી થઈ છે, જ્યાં પીએમ મોદીએ વાયરલ ‘ખયહજ્ઞમશ‘ શબ્દના સંદર્ભમાં મેલોનીને ભારતની પ્રખ્યાત ‘પાર્લે મેલોડી‘ ટોફીનું એક પેકેટ ભેટમાં આપ્યું હતું. આ મીઠી ભેટનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા મેલોનીએ લખ્યું હતું, “ભેટ માટે આભાર.” આ ક્લિપમાં બંને નેતાઓ તેના ‘વેરી, વેરી ચોકલેટી‘ ટેગલાઇન માટે જાણીતી કેન્ડી પકડીને ઇન્ટરનેટ ટ્રેન્ડ પર હસી રહ્યા હતા અને મેલોની કહી રહ્યા હતા કે, “વડાપ્રધાન મોદી ભેટ તરીકે એક ખૂબ જ સરસ ટોફી લાવ્યા છે.”
