ફુડ શાખા તાબડતોબ દોડતી થઈ, 93 સ્થળે ચેકીંગ કરતા બાલાજી થાળના લોટમાંથી ધનેડા, ફ્રીજમાંથી વાસી ખોરાક ઝડપાયો
રાજકોટમાં ખાદ્ય અને પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે આરોગ્ય (ફુડ) વિભાગને આખુ વર્ષ દોડતું રાખવા માટે મેયર ડો.નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ ચેરમેન ડો.હિરેન ખિમાણીયા અને દંડક સંજયસિંહ રાણા સહિતનાં પદાધિકારીઓએ ચાબુ ફટકારતાં જ ખાણી પીણીના ધંધાર્થીઓ ઉપર આરોગ્ય તંત્ર તુટી પડયું છે.
ગઈકાલે બપોરથી જ કડક ચેકીંગ ધોંસ શરૂ થઈ ચુકી છે. 24 કલાકમાં ખાણીપીણીના 93 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતાં. એ દરમિયાન રૈયા ચોકડી નજીક વેસ્ટ ગેટ બિલ્ડીંગમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટ બાલાજી થાળમાં લોટ અને મેંદામાં ધનેડા ખદબદતા જોવા મળ્યા હતાં. આ ઉપરાંત ફ્રીઝમાં સંગ્રહ કરીને રખાયેલી ખાદ્ય સામગ્રી પણ મળી આવી હતી. બાલાજી થાળને રૂા.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી શહેરના કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, ડી માર્ટ વાળો 50 રિં રોડ, કુવાડવા રોડ, જુનો મોરબી રોડ, રામકૃષ્ણ આશ્રમ રોડ, મહિલા કોલેજ રોડ, નાના માવા મેઇન રોડ, કિસાનપરા ચોક, મોરબી રોડ જકાતનાકા પાસે હોકર્સ ઝોન, કુંડલિયા કોલેજ સામે હોકર્સ ઝોન, એજી ચોક હોકર્સ ઝોન સ્થળેથી કુલ મળી 93 પેઢી, રેસ્ટોરંટ, તથા હોકર્સ ઝોનની તપાસ કરતાં કુલ 246 K.G અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરી કુલ 28 પેઢીને સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ રૂૂ.31,300/નો દંડ વસૂલવામાં આવ્યો છે.
ચેકીંગ દરમિયાન 150 ફુટ રિંગ રોડ, રૈયા ચોકડી પાસે, વેસ્ટ ગેટ, નાગરિક બેન્ક સામે ફર્સ્ટ ફ્લોર પર આવેલ બાલાજી થાળ (બાલાજી એન્ટર પ્રાઇઝ) પેઢીની તપાસ કરતાં લીલી ચટણી, પુરણ પોળીનો માવો ફ્રિજમાં સંગ્રહ કરેલ જોવા મળેલ તેમજ બાંધેલો લોટ/મેંદામાં ધનેડા જોવા મળેલ. સ્થળ પરથી મીઠો મસાલો, ચટણી, મરચું પાવડર મળીને અંદાજિત 150 K.G. અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂૂ.10,000/- નો દંડ વસુલ કરાયો હતો.
માધાપર ચોકડી પાસે મારર્વેલ માર્કેટીંગમાં લેબલ વગરના ગુલાબ જાંબુનો નાશ
શહેરના જામનગર રોડ પર માધાપર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર (એમ. આર.સી.)ની સામે આવેલી મારવેલ માર્કેટીંગ પેઢીમાં ફુડ શાખાની ટીમ ત્રાટકી હતી. ચેકીંગ દરમિયાન કંપની પેકડ ફ્રોઝન ગુલાબજાંબુ પર કોઈ પણ પ્રકારનું લેબલ હતું નહીં. મેન્યુ ફેકચર અને એકસપાયરી ડેટ પણ દર્શાવવામાં આવી ન હતી. 13 કિલો જેટલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
ભુમિ આઝાદ હિન્દ, પટેલ ગોલા, સ્વામી’ઝ રેસ્ટો, ગોકુલ ડેરીમાંથી શંકાસ્પદ વસ્તુના નમુના લેવાયા
* કાચી કેરી ફ્લેવર આઈસ ગોલાનું સિરપ (લૂઝ): સ્થળ-ભુમી આઝાદ હિન્દ ગોલા, અવિસા -1, શોપ નં.1, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ, રાજકોટ.
* આઈસ ગોલાનું સિરપ (પાઈનેપલ ફ્લેવર) (લૂઝ): સ્થળ-ભુમી આઝાદ હિન્દ ગોલા, અવિસા -1, શોપ નં.1, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ, રાજકોટ.
* ચીકુ ફ્લેવર આઈસ ગોલાનું સિરપ (લૂઝ): સ્થળ -પટેલ ગોલા, ગ્રા. ફ્લોર શોપ નં-8 અવિસા-1, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ, રાજકોટ.
* આઈસ ગોલાનું સિરપ (રાજભોગ ફ્લેવર) (લૂઝ): સ્થળ-પટેલ ગોલા, ગ્રા. ફ્લોર શોપ નં-8 અવિસા-1, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ, રાજકોટ.
* વાસ્તુ ઘી (ળફમય રજ્ઞિળ ભજ્ઞૂથત ળશહસ): જય બાલાજી ફૂડ પ્રોડક્ટસ, ગાયત્રી કૃપા ગાંધીગ્રામ, શેરી નં. 6-બી, નાણાવટી સર્કલ પાસે, રાજકોટ.
* મરચાં પાવડર (લૂઝ): સ્થળ -સ્વામી’ઝ રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સ, સન સિટી ની સામે સાધુવાસવાણી રોડ, રાજકોટ.
* રાજભોગ મઠ્ઠો (લૂઝ): સ્થળ-ગોકુલ ડેરીફાર્મ, કાલાવડ રોડ, ક્રિસ્ટલ મોલ ની સામે. રાજકોટ.
* પનીર તંદૂરી સેન્ડવિચ (પ્રીપેર્ડ લૂઝ): સ્થળ -મારુતિ સ્નેક્સ, ટુ સ્લાઈસ, રે.સ. નં. 475,ધ સિટી સેન્ટર, ગ્રા.ફ્લો. શો રૂૂમ નં. 29, રૈયા રોડ, રાજકોટ.
* વેજ ચીઝ સેન્ડવિચ સ્ટફિંગ (પ્રીપેર્ડ લૂઝ): સ્થળ -મારુતિ સ્નેક્સ, ટુ સ્લાઈસ, રે.સ. નં. 475, ધ સિટી સેન્ટર, ગ્રા.ફ્લો. શો રૂૂમ નં. 29, રૈયા રોડ, રાજકોટ.
* થાબડી (સ્વીટસ લૂઝ): સ્થળ -શ્રી રાધવેન્દ્ર સ્વીટ્સ, રવિરાજ કોમ્પ્લેક્સ-2, નાના માવા રોડ, રાજકોટ.
