સોલાર પેનલમાં ફરજિયાત દેશી મોડ્યૂલ વાપરવાથી સૌર ઉદ્યોગમાં મહામંદી

પ્રોજેક્ટ ખર્ચમાં 30થી 40%નો વધારો, લાખો લોકોની રોજગારી અને નાના ઉદ્યોગો પર જોખમ, નવી નીતિની તાત્કાલિક સમીક્ષા કરવા માંગ MNRE દ્વારા 1 જૂન 2026થી ઇન્ડસ્ટ્રીયલ…

પ્રોજેક્ટ ખર્ચમાં 30થી 40%નો વધારો, લાખો લોકોની રોજગારી અને નાના ઉદ્યોગો પર જોખમ, નવી નીતિની તાત્કાલિક સમીક્ષા કરવા માંગ

MNRE દ્વારા 1 જૂન 2026થી ઇન્ડસ્ટ્રીયલ સોલાર પ્રોજેક્ટ્સ માટેDCR (Domestic Content Requirement)મોડ્યુલો ફરજિયાત બનાવવાના નિર્ણય બાદ દેશના સોલાર ઉદ્યોગમાં ગંભીર ચિંતા વ્યાપી છે. ઉદ્યોગના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર નવા નિયમને કારણે ઇન્ડસ્ટ્રીયલ સોલાર માર્કેટમાં રોકાણની ગતિ ધીમી પડી રહી છે અને અનેક રાજ્યોમાં નવા ઓર્ડરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને અગાઉ પણ કોઈ સબસિડી મળતી નહોતી અને હાલમાં પણ મળતી નથી. તેમ છતાં Non-DCR મોડ્યુલોનો વિકલ્પ સંપૂર્ણપણે બંધ કરાતા ઉદ્યોગજગતમાં અસંતોષ ફેલાયો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે ગ્રાહકોને મોંઘા વિકલ્પો તરફ ધકેલવાથી સોલાર અપનાવવાની ગતિ ધીમી પડશે.

સોલાર ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનોનું કહેવું છે કે દેશભરના સેંકડો MSME ઉત્પાદકો, હજારો EPC કંપનીઓ, ડીલરો અને ડિસ્ટ્રિબ્યુટરો પર આ નીતિની સીધી અસર પડી રહી છે. ઉઈછ મોડયુલોના વધેલા ભાવ અને મર્યાદિત ઉપલબ્ધતાને કારણે વ્યવસાયિક અનિશ્ચિતતા વધી છે.

ઉઈછ મોડયુલોની વધતી માંગ અને સપ્લાયની મર્યાદાને કારણે રહેણાંક સોલાર પ્રોજેક્ટ્સમાં પણ વિલંબ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ગ્રાહકોને પ્રોજેક્ટ પૂર્ણ થવા માટે વધુ રાહ જોવી પડી રહી છે. લાખો રોજગાર જોખમમાં ભારતમાં સોલાર ક્ષેત્ર સાથે સીધા અને પરોક્ષ રીતે જોડાયેલા લાખો લોકો કાર્યરત છે. ઉદ્યોગના પ્રતિનિધિઓનું માનવું છે કે જો હાલની સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો હજારો નાના વ્યવસાયો અને મોટી સંખ્યામાં રોજગાર પર ગંભીર અસર પડી શકે છે.

સોલાર ઉદ્યોગના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે ભારતના ગ્રીન એનર્જી લક્ષ્યો હાંસલ કરવા માટે મોટા ઉદ્યોગગૃહો સાથે નાના ઉદ્યોગકારો, EPC કંપનીઓ અને MSME ક્ષેત્રનું અસ્તિત્વ પણ એટલું જ મહત્વનું છે. તેથી સરકાર ઉદ્યોગની ચિંતાઓને ધ્યાનમાં લઈને સંતુલિત અને વ્યવહારુ ઉકેલ લાવે તેવી માંગ ઉઠી રહી છે.

1 ખઠ પ્રોજેક્ટ પર 1 કરોડથી વધુનો વધારાનો બોજ
ઉદ્યોગના અંદાજ મુજબ અગાઉ આશરે ₹3 કરોડમાં પૂર્ણ થતો 1 MW ઇન્ડસ્ટ્રીયલ સોલાર પ્રોજેક્ટ હવે DCR મોડ્યુલોને કારણે ₹4 કરોડથી વધુ ખર્ચાળ બની રહ્યો છે. પરિણામે અનેક નાના અને મધ્યમ ઉદ્યોગો સોલાર પ્રોજેક્ટ મુલતવી રાખી રહ્યા છે.

મોટા પ્રોજેક્ટ્સને છૂટ, નાના ઉદ્યોગો પર ભાર?
ઉદ્યોગમાં ચર્ચા છે કે અનેક મોટા ગીગાવોટ સ્તરના પ્રોજેક્ટ્સમાં હજુ પણ Non-DCR મોડયુલોનો ઉપયોગ થઈ રહ્યો છે, જ્યારે નાના અને મધ્યમ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ માટે DCR ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઉદ્યોગકારો આ નીતિને અસંતુલિત ગણાવી રહ્યા છે.

ઉદ્યોગની મુખ્ય માગણીઓ
ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં Non-DCR મોડયુલો પરનો પ્રતિબંધ તાત્કાલિક દૂર કરવામાં આવે.
આગામી ત્રણ વર્ષ સુધી Non-DCR મોડયુલોને મંજૂરી આપવામાં આવે.
DCR મોડ્યુલોના ભાવ અને સપ્લાય પર અસરકારક દેખરેખ રાખવામાં આવે.
નાના EPC, MSME ઉત્પાદકો અને ગ્રાહકોના પ્રતિનિધિઓને નીતિ ઘડતરમાં સામેલ કરવામાં આવે.
MNREના નિર્ણયોની પારદર્શક સમીક્ષા કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *