રાજકોટની પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થા વિરાણી હાઇસ્કૂલની મિલકતના વિવાદમાં આ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી પુરુષોત્તમ પીપરીયાની પક્ષકાર બનવાની રિવિઝન અરજી પ્રાંત અધિકારી બાદ જિલ્લા કલેક્ટરે પણ ફગાવી દીધી છે.
કેસની ટૂંકમાં વિગત એવી છે કે, શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ સૌરાષ્ટ્રનુ ખૂબ જ આદરભર્યું સ્થાન ધરાવતુંટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ સંપૂર્ણપણે ખાનગી ટ્રસ્ટ છે. રાજકોટ જિલ્લાના રાજકોટ શહેરના સીટી સર્વે સુપ્રિ.-1, રાજકોટની કચેરીએ સીટી સર્વે વોર્ડ નં.15/2, સીટી સર્વે નંબર : 2950/1, 2950/2, 2650/3 વાળી મિલ્કતના પ્રોપર્ટીકાર્ડમાં નોંધ નં.5990 તા.10/12/2004ના રોજ પ્રમાણીત કરેલ. જ ‘ નિર્ણયથી નારાજ થઈ પ્રાંત અધિકારી, રાજકોટ શહેર સમક્ષ અપીલ અરજી થતાં, પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-1 એ નં.પ્રાંક/ અપીલ/લે.રે.કો.ક.-203/કેસ નં.10/2020 અને નં.પ્રાક/અપીલ/રીવીઝન/કેસ નં.1/2020થી અપીલ દાખલ થયેલ. જે અપીલો ચાલી જતાં શામજી વેલજી વિ2ાણી ટ્રસ્ટની વિરૂૂધ્ધ હુકમો થયેલ. જેની સામે વિરાણી ટ્રસ્ટએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પે.સી.એ.નં. 10573/2023 તથા નં.10958/2023 દાખલ કરેલ, અને નામદાર ગુજરાત હાઈકોર્ટે તા.20/03/2023ના ઓરલ ઓર્ડરથી પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1નો હુકમ રદ કરવામાંઆવ્યો અને ફરીવખત નિર્ણય થવા કેસ રીમાન્ડ કરવામાં આવેલ હતો.
બાદમાં પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1 એ રીમાન્ડ કેસ ચલાવી નં.પ્રાંક/અપીલ/રીવીઝન/કેસ નં.10/2020, તા.20-01-2025 ના રોજ શામજી વેલજી વિરાણી ટ્રસ્ટની વિરૂધ્ધ હુકમ કરેલ હતો, આ રીમાન્ડ કેસ સામે ગુજરાત હાઈકોર્ટમાં નં.એસ.સી.એ.નં. 4226/2025 થી મેટર દાખલ કરવામાં આવેલ. શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ દ્વારા રાજકોટનાં ડે. કલેકટરે આપેલા હુકમ સામે ટ્રસ્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જઈ હુકમને પડકારેલ હતો તે અનુસંધાન ગત તા.21-04-2025 ના રોજ મહે. ગુજરાત હાઈકોર્ટમાં સદરહુ મેટર ચાલેલ હતી અને છેવટે હાઈકોર્ટે યથાવત પરિસ્થિતી જાળવી રાખવાનો હુકમ ફરમાવેલ છે. આમ, આ કેસ કોર્ટમાં પેન્ડીંગ હોઈ અને સ્ટેટસ-કવો જાળવી રાખવાનો હુકમ અમલમાં હોય, તેમ છતાં પુરૂષોતમભાઈ ભુરાભાઈ પીપળીયા નાયબ કલેકટર, રાજકોટ શહેર-1 સમક્ષ ચાલતા અપીલ કેસ નં.પ્રાંક/અપીલ/લે.રે.કો.ક.-203/કેસ નં.10/20ના કેસમાં પક્ષકાર તરીકે જોડવા માટે માંગણી કરેલ. જે પક્ષકાર જોડવાની માંગણી નાયબ કલેકટર રાજકોટ (શહેર-1) ધ્વારા તા.20/1/2025ના રોજ નામંજુર કરવામાં આવેલ હતી. આમ, પુરૂષોતમભાઈ ભુરાભાઈ પીપળીયાનો ઈરાદો બર ન આવતાં તેઓએ રાજકોટના કલેકટર સમક્ષ નં.લેન્ડ/રીવીઝન/108(6)/કેસ નં.29/2025થી દાખલ કરેલ.
સદરહું મેટરની વિગતવાર અભ્યાસ કરીએ તો સદરહું કેસમાં અરજદાર પુરૂૂષોતમભાઈ ભુરાભાઈ પીપળીયાએ શામજી વેલજી વિરાણી ટ્રસ્ટના એક સ્ટુડન્ટ છે, અરજદાર ગર્વમેન્ટ પ્રોપર્ટીન પ્રોટેક્શન ઈચ્છે છે, તે એક નાગરીક તરીકે અને વિરાણી સ્કુલના એક સ્ટુડન્ટ તરીકે રીવીઝન કરવાની સત્તા ધરાવે છે, તેવી તેમની રજુઆત હતી. જે રજુઆતના અંતે નાયબ કલેકટર રાજકોટ (શહેર-1) એ કાયદાકીય જોગવાઈ ન હોય અને સીટી સર્વે સુપિ-1 રાજકોટની કચેરીમાં સત્તાપ્રકાર કયો રાખવો ? તે અરજદારનું વ્યકિતગત હિત ન હોય, ટ્રસ્ટની મિલ્કત સામે સીટીઝન આર.ટી.આઈ. એકવીસ્ટ એક સ્ટુડન્ટને અપીલ / રીવીઝન કરવાની સત્તા નથી. તેવા પ્રોસીડીંગ સામે સરકારને રજુઆત કરી શકે છે, પરંતુ વ્યકિતગત રીતે ભાગ લઈ શકે નહી કે અપીલ કરી શકે નહીં.
કેસની વિગતો જોતાં, હાલના અ2જદા2ની એટલે કે પુરુષોત્તમ પીપળીયાની મુખ્ય દાદ નાયબ કલેકટર રાજકોટ (શહેર-1) રાજકોટ સમક્ષ ચાલતા અપીલ કેસ નં. પ્રાંક/અપીલ/લે.રે.કો.ક.-203/કેસ નં.10/20 કેસમાં જ અરજી નાયબ કલેકટર ધ્વારા નામંજુર કરવામાં આવેલ હોય, જેની સામે કલેકટરની કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરવામાં આવેલ હોય, જે અરજી લાંબી દલીલોના અંતે નામંજુર (રીજેકટ) કરવામાં આવેલ છે. સદરહું કેસમાં ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ વિમલભાઈ પુરોહિત, વસંતભાઇ દુદાણી, ડો.પરેશ વી. ઠાકર, રવિરાજ ગોહેલ, પાર્શ્વ ઠાકર સહિતના નામાંકિત એડવોકેટો શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ વતી રોકાયેલ હતા.
