ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન ગાંધીગ્રામ સુધી જ દોડશે, સાબરમતી રૂટ 6 મહિના બંધ

ભાવનગર અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા રેલવે મુસાફરો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાબરમતી રેલવે સ્ટેશન પર ચાલુ નિર્માણ કાર્ય તથા બ્લોકના કારણે…

ભાવનગર અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા રેલવે મુસાફરો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાબરમતી રેલવે સ્ટેશન પર ચાલુ નિર્માણ કાર્ય તથા બ્લોકના કારણે પશ્ચિમ રેલવે પ્રશાસન દ્વારા ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસના સંચાલનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન આજથી 6 મહિના સુધી સાબરમતી સ્ટેશન સુધી નહીં જઈ શકે અને તેને આંશિક રીતે રદ રાખવાનો નિર્ણય કરાયો છે.

રેલવે પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, ટ્રેન નંબર 20966/20965 ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 16.06.2026 થી 15.12.2026 દરમિયાન ગાંધીગ્રામ અને સાબરમતી સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ 6 મહિનાના સમયગાળા દરમિયાન આ ટ્રેનનું સંચાલન માત્ર ભાવનગરથી ગાંધીગ્રામ અને વળતી દિશામાં ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે જ કરવામાં આવશે. જ્યારે ગાંધીગ્રામ-સાબરમતી-ગાંધીગ્રામ સેક્શન વચ્ચે ટ્રેનની અવરજવર તદ્દન સ્થગિત રહેશે.

સાબરમતી સ્ટેશન પર ચાલી રહેલા રેલવે નિર્માણ કાર્યના કારણે રેલવે દ્વારા લેવાયો બ્લોક; કાલે 16 જૂનથી જ ફેરફાર લાગુ થશે.આ ફેરફારના કારણે સાબરમતી સ્ટેશનથી મુસાફરી કરનારા પ્રવાસીઓએ ગાંધીગ્રામ સ્ટેશન સુધી પહોંચવું પડશે.

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, ઘરની બહાર નીકળતા પહેલા અથવા મુસાફરી શરૂૂ કરતા પહેલા પોતાની ટ્રેનની અદ્યતન સ્થિતિ અંગેની પૂરેપૂરી માહિતી મેળવી લેવી. આ માટે મુસાફરો રેલવેની સત્તાવાર વેબસાઇટ ૂૂૂ. યક્ષિીશિુ. શક્ષમશફક્ષ ફિશહ. લજ્ઞદ.શક્ષ, રેલવે હેલ્પલાઇન નંબર 139 અથવા તો નજીકના રેલવે સ્ટેશનના પૂછપરછ કાઉન્ટર પરથી ચોક્કસ વિગતો જાણી શકશે. સાબરમતી રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને નિર્માણ કાર્યના લીધે મુસાફરોને પડનારી અસુવિધા બદલ રેલવે પ્રશાસને ખેદ વ્યક્ત કર્યો છે અને મુસાફરો પાસે સહયોગની અપેક્ષા રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *