રાજુલાના ખાંભલિયામાં વન વિભાગનું કૂવામાં ખાબકેલ શ્ર્વાન, સિંહણને બચાવવા દિલધડક ઓપરેશન

અમરેલી જિલ્લામા રાજુલા તાલુકાના ખાંભલીયા ગામ નજીક એક પૂર્વ સરપંચ આતાભાઈ વાઘની વાડીમાં સિંહણ દ્વારા શ્વાનનો શિકાર કરવા માટે ફિલ્મી દ્રશ્યો સર્જાયા અંતે કુવામાં ખાબકતા…

અમરેલી જિલ્લામા રાજુલા તાલુકાના ખાંભલીયા ગામ નજીક એક પૂર્વ સરપંચ આતાભાઈ વાઘની વાડીમાં સિંહણ દ્વારા શ્વાનનો શિકાર કરવા માટે ફિલ્મી દ્રશ્યો સર્જાયા અંતે કુવામાં ખાબકતા અહીં શિકારની શોધમાં સિંહણ શ્વાન પાછળ દોડી આ ઘટનાક્રમ દરમ્યાન ભયના ડર ભર્યા માહોલ વચ્ચે શ્વાન ખુલ્લા 50 ફૂટ કુવામાં ખાબકતા પાછળ દોડતી આવેલ સિંહણ પણ કુવામાં ખાબકતા અંદાજે 5 કલાક કરતા વધુ સમય સુધી શ્વાન અને સિંહણ ડરના માહોલ વચ્ચે કુવામા જોવા મળ્યા હતા પરંતુ સિંહણ એટલી ગભરાયેલ હોવાથી શાંતસ્વભાવમાં જોવા મળી હતી તો સામે શ્વાન પણ જીવ બચાવવા આમથી તેમ કુવામાં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો અંતે વાડી મલિક પૂર્વ સરપંચ આતાભાઈ વાઘ દ્વારા રાજુલા રેન્જ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ દોડી આવી હતી.

પાલીતાણા શેત્રુંજી ડિવિઝન ડીસીએફ ચિરાગ અમીન,એસીએફ વિરલસિંહ ચાવડા,આરએફઓ મકવાણા,ના માર્ગદર્શન હેઠળ વનવિભાગ દ્વારા ઘટનાની ગંભીરતા સમજી રાજુલા રેન્જ વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી પ્રથમ ચારે તરફથી વિસ્તારને કોર્ડન કરી સિંહણને સુરક્ષિત રીતે કુવામાંથી બહાર કાઢવા માટે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું હતું આ રેસ્ક્યુ દરમિયાન સિંહણને બહાર કઢાયા બાદ શ્વાનને પણ સુરક્ષિત રીતે સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો હતો રેસ્ક્યૂ બાદ સિંહણને પ્રાથમિક સારવાર માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. સમગ્ર કામગીરી દરમિયાન વન વિભાગની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી હતી અને કોઈ જાનહાનિ થઈ નહોતી.

વાડી માલિક પૂર્વ સરપંચ આતાભાઈ વાઘએ જણાવ્યું મારી વાડીમા કુવામાં સિંહણ શ્વાન પડી ગયા એવી અમારા માણસોઆ માહિતી આપી એટલે તાત્કાલીક રાજુલા વનવિભાગને જાણ કરી કેમ કે સિંહણ કુવામાં હતી તેને ઝડપથી બહાર નીકળી જાય તો જીવ બચી શકે જેથી વનવિભાગ આવી સિંહણ અને શ્વાન બંનેને બહાર કાઢી લેવામા આવ્યા છે સિંહો માટે વાડી વિસ્તારમાં અમે પાણીની કુંડીઓ બનાવી છે સિંહો આપડા વિસ્તારનું ગૌરવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *