ખેડૂતોનો ‘સંઘ’ ગાંધીનગર ન પહોંચ્યો: ઓગણજમાં સભા સાથે રેલી સમાપ્ત

ટ્રેકટર કૂચને સરકારે મંજૂરી નહીં આપતા ખેડૂતોમાં રોષ, કોંગ્રેસના આકરા પ્રહાર ગુજરાતમાં ખાનગી કંપનીઓની વીજલાઈનો ઉભી કરવા માટે ખેડૂતો ુપર ગુજારવામાં આવતા દમનના વિરોદમાં આજે…

ટ્રેકટર કૂચને સરકારે મંજૂરી નહીં આપતા ખેડૂતોમાં રોષ, કોંગ્રેસના આકરા પ્રહાર

ગુજરાતમાં ખાનગી કંપનીઓની વીજલાઈનો ઉભી કરવા માટે ખેડૂતો ુપર ગુજારવામાં આવતા દમનના વિરોદમાં આજે કોંગ્રેસ સહિત 23 સંગઠનો દ્વારા અમદાવાદથી 1111 ટ્રેકટરો સાથે ગાંધીનગર સુધીની કુચ યોજવામાં આવતાં ગાંધીનગરમાં માહોલ ગરમાયો છે અને પોલીસે કેટલાક સ્થળે રસ્તામાંથી જ ખેડૂતોની અટકાયત કરી લેતાં મામલો તંગ બન્યો છે. ખેડૂતોની ટ્રેકટર કુચના કારણે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરાવાઈ ગયું હતું. પરંતુ ગાંધીનગર સુધી રેલીને પરમિશન ન મળતા છેલ્લી ઘડીએ ઓગણજમાં વૈશ્ણોદેવી સર્કલ પાસે સભા યોજવામાં આવી હતી. પરિણામે ખેડુતોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.

આ કુચમાં સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્ધ્રનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પહોંચ્યા છે. કેટલાક સ્થળે ખેડૂતોની અટકાયતના પણ અહેવાલો મળી રહ્યાં છે. કોંગ્રેસ આપ સહિત 23 સંગઠનો આ ખેડૂત આંદોલનમાં જોડાયા છે. ગાંધીનગર સુધી રેલીને મંજૂરી ન મળી હોવાના કારણે ઓગનજ ખાતે ખેડૂતોની સભા યોજાઈ રહી છે. સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મંજૂરી અપાયેલી છે. સભા સ્થળ થી સભા પૂર્ણ થયા બાદ ખેડૂતો છૂટા પડશે એવું કહેવાય છે. વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂતોએ આ મોરચો માંડ્યો છે.

પોતાના પડતર પ્રશ્નો અને ખાસ કરીને ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનના વળતર મુદ્દે ગુજરાતનો જગતનો તાત આજે આરપારના મૂડમાં આવી ગયો છે. ગાંધીનગરમાં આજે યોજાનારા ઐતિહાસિક ખેડૂત શક્તિ પ્રદર્શન પહેલા અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્ર થતાં વાતાવરણ ઉગ્ર બન્યું છે. રાજ્યભરમાંથી આવેલા ખેડૂતોએ શાંતિપુરા સર્કલને જાણે હાઈવે છાવણીમાં ફેરવી દીધું છે. અહીંથી ખેડૂતો 1111 ટ્રેક્ટરોની વિશાળ અને અભૂતપૂર્વ રેલી સાથે ઓગણજ સર્કલ સુધી રવાના થયા હતા. જેના પગલે ભાડજ બ્રિજ પર ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો.

આ વિરોધ પ્રદર્શન પાછળ ખેતરોમાં નાખવામાં આવી રહેલી વીજ લાઇન અને જમીન સંપાદન સામે મળતું અપૂરતું વળતર જવાબદાર છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રાઈવેટ કંપનીઓ અને તંત્ર દ્વારા વિકાસના નામે તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ખેતીની કીમતી જમીન બગડતી હોવા છતાં વીજ લાઇન સામે પૂરતું કે યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ મુદ્દે હવે આરપારની લડાઈ શરૂૂ થઈ ચૂકી છે અને ખેડૂતો પોતાની માંગણીઓ પર મક્કમતાથી અડગ છે.

આજના આ મહાસંગ્રામમાં ખેડૂત સંગઠનો દ્વારા માત્ર વળતર જ નહીં, પરંતુ ખેડૂતો પરના તમામ કૃષિ દેવા માફ કરવાની અને પાકના પોષણક્ષમ ભાવ આપવાની માંગ પણ બુલંદ કરવામાં આવી છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર તેમની ન્યાયિક માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં લાવે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. હાલ પરિસ્થિતિને જોતા ગાંધીનગરમાં પણ કિલ્લાબંધી જેવો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કોંગ્રેસની રેલીમાં ધારાસભ્યોની સૂચક ગેરહાજરી; છેલ્લી ઘડીએ ‘આપ’ પણ છટકી ગયું
કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સુધી ટ્રેકટર કુચની જાહેરાત કરાઇ હતી પરંતુ તેમાં કોંગ્રેસના જ ધારાસભ્યોની ગેજહાજરી જોવા મળી હતી. જયાં ટ્રેકટર રેલી શરૂ કરવા માટે એકઠા થવાના હતા તે અમદાવાદ શહેરના ધારાસભ્યો જ રેલીમાં હાજર રહ્યા ન હતા. આ રેલીમાં હાલ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા તુષાર ચૌધરી સિવાયના નેતાઓ દેખાયા ન હતા. તો બીજી તરફ સવારે આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલીયા પણ રેલીમાં નહીં જોડાઇ તેવો વિડીયો મુકાયો હતો. જો કે તેણે ખેડુતોને પુરતો ટેકો હોવાની વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *