વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી હાઈ-વોલ્ટેજ ટક્કરમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ઈતિહાસના પાનામાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે. એજબેસ્ટનના મેદાન પર પાકિસ્તાન વિરુદ્ધ બેટિંગ કરતા હરમનપ્રીત કૌરે એક રન લેવાની સાથે જ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટર બનીને દિગ્ગજ ખેલાડી મિતાલી રાજનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ભારતીય ઇનિંગની ચોથી ઓવરમાં હરમનપ્રીત કૌરે જેવો એક રન લીધો, તે સાથે જ સ્ટેડિયમમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. આ એક રન સાથે જ હરમનપ્રીતે T20 વર્લ્ડ કપમાં પોતાના કુલ રનનો આંકડો 762 પર પહોંચાડ્યો છે. આ અગાઉ આ રેકોર્ડ પૂર્વ કેપ્ટન મિતાલી રાજના નામે હતો, જેમણે 40.33ની સરેરાશ અને 97.31ની સ્ટ્રાઈક-રેટ સાથે 726 રન બનાવ્યા હતા.
