વિમાન દુર્ઘટનામાં દેશે એકસાથે ઉભા રહીને શ્રધ્ધાંજલિ આપવી જોઇએ, પણ આવુ કંઇ થયું નહીં

અમદાવાદમાં ગત તા.12 જૂન-2025ના રોજ યોજાયેલી દેશની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત 260 પ્રવાસીઓના દુ:ખદ મૃત્યુ નિપજ્યા હતા. આ દુર્ઘટનાને ગઇકાલે…

અમદાવાદમાં ગત તા.12 જૂન-2025ના રોજ યોજાયેલી દેશની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત 260 પ્રવાસીઓના દુ:ખદ મૃત્યુ નિપજ્યા હતા. આ દુર્ઘટનાને ગઇકાલે તા.12 જૂને એક વર્ષ પુરુ થયુ પરંતુ દેશની આ સૌથી મોટી દુર્ઘટના હોવા છતા દિવંગતોને શ્રધ્ધાંજલિ આપવા માટે કાંઇ થયું નહીં તેવુ જણાવી ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સના પ્રેસિડન્ટ સી.એસ.રંધાવાએ અફસોસ વ્યકત કર્યો હતો.
તેમણે જણાવ્યુ હતુ કે, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને દેશ એક સાથે ઉભા રહીને શ્રધ્ધાંજલિ આપવી જોઇએ, પરંતુ અફસોસ કે આવુ કંઇ થયું નહીં. સરકાર કક્ષાએ પણ આ કરૂણ ઘટનાની કોઇ નોંધ લેવાઇ નહીં.

સી.એસ.રંધાવાએ મીડિયાને કહ્યું હતું કે સભામાં 150થી વધુ ફેમિલી ઉપસ્થિત રહી હતી જેમણે એક વર્ષ પહેલાં પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. આ પરિવારોમાં બહુ દર્દ છે. તેમણે તકલીફોનો સામનો કર્યો છે. વિમાન-દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું છે પણ કોઈ રિપોર્ટ આવ્યો નથી કે અત્યાર સુધી કોઈ ખુલાસો થયો નથી કે રિપોર્ટ કેમ ડિલે થયો છે. કયા કારણે દુર્ઘટના થઈ એ જણાવવું જરૂૂરી છે. રંધાવાએ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પી સ્વજનોને એક થવા આહ્વાન કરીને કહ્યું હતું કે બધાએ એકજૂટ થઈને એક દિશામાં જવાનું છે જેથી સત્ય સામે આવે. સરકારે પણ એવું મેકેનિઝમ બનાવવું જોઈએ જેથી મોટી દુર્ઘટનામાં સ્વજનો ગુમાવનારા પરિવારજનોને મુશ્કેલી ન પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *