વેપારીને ઓનલાઇન ‘લિક્વિડ’ ખરીદવું મોંઘું પડયું, બે બેંક ખાતા ‘સાફ’ કરી નાખ્યા

વેપારીએ બચત કરેલી 17 હજારની મૂકી સફાચટ થઇ ગઇ પ્રભાસ પાટણના એક વેપારીએ ઠામ -વાસણ સાફ કરવા ઓનલાઈન થી લિક્વિડ મંગાવ્યું જેમાં તેને જણાવ્યું કે…

વેપારીએ બચત કરેલી 17 હજારની મૂકી સફાચટ થઇ ગઇ

પ્રભાસ પાટણના એક વેપારીએ ઠામ -વાસણ સાફ કરવા ઓનલાઈન થી લિક્વિડ મંગાવ્યું જેમાં તેને જણાવ્યું કે રૂૂપિયા 250 નાખી એક એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પછી લિક્વિડનો ઓર્ડર આપ્યો થોડા દિવસ રાહ જોઈ પરંતુ લિક્વિડ ન આવતા તે કંપનીને ફોન કર્યો તો તેણે જણાવ્યું કે ત્યાંથી કુરિયર સર્વિસનો સંપર્ક સાધો જે સંપર્ક સધાણો તો કુરિયર વાળો કહે કે તમારું સરનામું મળતું નથી આથી કંપનીને જાણ કરાઇ ત્યારે કંપનીએ કહ્યું કે “તમો અમારા ખાતામાં માત્ર બે રૂૂપિયા નાખો અને જેવા બે રૂૂપિયા નાખ્યા કે તરતજ લિક્વિડ મગાવનાર વેપારીના બે બેંકના ખાતામાંથી તમામ બચત રકમ રૂૂપિયા 17000 સફાચટ થઈ ગઈ આમ ઠામ સાફ થાય ત્યારે પણ બેંકના ખાતાની રકમનું તળિયું તો સાફ થઈ ગયું અને પૈસા નીલ થઈ ગયા અને સાથો-સાથ મોબાઈલ પણ હેક થઈ ગયો અને કુરિયર વાળો ઓઈલની બાટલી સાઈઝની લિક્વિડ બોટલ પણ આપી ગઈ આમ સાયબર ઠગે આ બાદ કીમિયાથી વેપારીના ઠામને બદલે બેંકના ખાતા સાફ કરી દીધા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *