કષ્ટભંજન દાદાને ટ્રેડમાર્ક-કોપીરાઇટની સુરક્ષા અપાઇ

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજના પવિત્ર વારસાને કાનૂની ઢાલ મળી છે. સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટે દેવના વિવિધ નામો, દિવ્ય સ્વરૂૂપો, ચિત્રો તથા…

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજના પવિત્ર વારસાને કાનૂની ઢાલ મળી છે. સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટે દેવના વિવિધ નામો, દિવ્ય સ્વરૂૂપો, ચિત્રો તથા આધ્યાત્મિક અભિવ્યક્તિઓને કોપીરાઇટ અને ટ્રેડમાર્ક સુરક્ષા હાંસલ કરી છે. આ પગલું ધાર્મિક વારસાના વ્યાવસાયિક શોષણ સામે મજબૂત કાયદાકીય સુરક્ષા પૂરું પાડશે.

મંદિર ટ્રસ્ટના પ્રયાસોના પરિણામે હનુમાનજી મહારાજના નામ, તેમના અનેક સ્વરૂૂપો, ચિત્રાત્મક રજૂઆતો અને સંબંધિત બૌદ્ધિક સંપત્તિની નોંધણી કરવામાં આવી છે. હવે કોઈ વ્યક્તિ કે સંસ્થા ટ્રસ્ટની પૂર્વ મંજૂરી વિના આ દિવ્ય વારસાનો વ્યાવસાયિક અથવા અનધિકૃત ઉપયોગ કરી શકશે નહીં. આ પહેલને ભારતમાં ધાર્મિક અને આધ્યાત્મિક વારસાના સંરક્ષણની દિશામાં ઐતિહાસિક પગલું ગણવામાં આવી રહ્યું છે.

સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી હેઠળ આવેલા આ મંદિરમાં ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતિષ્ઠિત કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ ભક્તોના કષ્ટોને દૂર કરવા માટે પ્રસિદ્ધ છે. તાજેતરમાં ’કિંગ ઓફ સાળંગપુર’ તરીકે ઓળખાતી પંચધાતુની વિશાળ પ્રતિમા પણ અહીં ભક્તોને આકર્ષે છે. ટ્રસ્ટના આ પગલાથી મંદિરના પવિત્ર સ્વરૂૂપોનું વ્યાપારીકરણ અટકાવવામાં મદદ મળશે અને ભક્તિની શુદ્ધતા જળવાઈ રહેશે.

આ પહેલ અંગે ટ્રસ્ટે જણાવ્યું છે કે આનો મુખ્ય હેતુ ભક્તોની આસ્થાનું રક્ષણ કરવાનો છે. આ પગલું અન્ય ધાર્મિક સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે. ભક્તોમાં આ નિર્ણયને બહુમતીથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *