સોમનાથ પ્રભાસ પાટણમાં નગરપાલિકા દ્વારા અપાતું દુર્ગંધયુક્ત પ્રદૂષિત અને ડહોળું પાણી

ફિલ્ટર પ્લાન્ટ બન્યો શોભાનો ગાંઠિયો પાણીજન્ય રોગચાળાની થઈ શરૂૂઆત સોમનાથ- પ્રભાસ- પાટણમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પડાય છે અને લોકોને શુદ્ધ…

ફિલ્ટર પ્લાન્ટ બન્યો શોભાનો ગાંઠિયો પાણીજન્ય રોગચાળાની થઈ શરૂૂઆત સોમનાથ- પ્રભાસ- પાટણમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પડાય છે અને લોકોને શુદ્ધ નિર્મળ અને ચોખ્ખું પાણી મળે તે માટે લાખોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ પણ બનાવાયો છે તેમ છતાં પ્રભાસ -પાટણમાં દુર્ગંધ મારતું વાસવાળું પ્રદૂષિત અને માટી કલર જેવું ડહોળું અને પ્રદુષિત પાણી નળમાંથી આવે છે જાણે ફિલ્ટર પ્લાન્ટમાં નીતિ નિયમો અને ધારા ધોરણ મુજબ પાણી ફિલ્ટર કર્યા વગર માત્ર કોઈ વાર જાણે કે બેપરવાહીથી કાર્યવાહી હાલતી હોય તેવી શંકા છે.

આ અંગે પ્રભાસની આસોપાલવ શેરી નંબર -7ના નિવાસી જગદીશ ઊકા બામણીયા જણાવે છે કે બે ત્રણ દિવસે પાણી આવે છે તે પણ દુર્ગંધયુક્ત આવે છે આ અંગે નગરપાલિકાને જાણ કરી છતાં કોઈ જવાબ નથી દેતું પીવામાં એકદમ ગંધાય છે અને બીમારી આ પાણીને કારણે થવા જાય છે બાયપાસ રોડ પર આસોપાલવ શેરી એ જતા રોડ ઉપર આવેલ નળનો એર એવે ઠેકાણે છે કે જ્યાં ગંદવાડ ઉકરડો અને કીચડ કચરો છે પાણીની સંપૂર્ણ લાઈન ઉમરેઠી થી પાટણ સુધીની નગરપાલિકા પાઇપલાઇન અધતન ઉપકરણોથી તપાસ કરવી જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *