પાડોશીએ રાત્રે ફડાકા માર્યા બાદ યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

લક્ષ્મીનગરનો બનાવ : પિતા સવારે ઉઠાડવા જતા પુત્ર લટકતો મળી આવ્યો શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા યુવાનને રાત્રે પાડોશીએ ફડાકા માર્યા બાદ તેને ગળાફાંસો ખાઇ આપઘાત…

લક્ષ્મીનગરનો બનાવ : પિતા સવારે ઉઠાડવા જતા પુત્ર લટકતો મળી આવ્યો

શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા યુવાનને રાત્રે પાડોશીએ ફડાકા માર્યા બાદ તેને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પુત્ર બાજુના મકાનમાં સુતો હોય પિતા સવારે ઉઠાડવા જતા પુત્ર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે મૃતદેહનુ પેનલ પીએમ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ લક્ષ્મીનગર શેરી નં.2માં રહેતા અમીત ગોવિંદભાઇ ભોજાણી (ઉ.વ.34)નામના યુવાને આજે વહેલી સવારે પોતાના ઘરે લાકડાના આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક અમીત બે ભાઇમાં નાનો અને રિક્ષા ચલાવતો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. તેની પત્ની રીનાબેન માવતરે આટો મારવા ગઇ છે. તેના પિતાએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, ગત રાત્રે પાડોશમાં રહેતા કૃણાલ રજપૂત નામના શખ્સે તેના પુત્રને કોઇ કારણ બે ફડાકા ઝીંકી લીધા હતા. બાદમાં પુત્ર ઘરે આવી બાજુના ઘરમાં સુતો હોય સવારે તેઓ ઉઠાડવા જતા પુત્ર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જેથી મૃતદેહનુ પેનલ ડોક્ટરથી પીએમ કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *