ગુજરાતમાં ચોમાસું અઠવાડિયું મોડું, 20મી પછી આગમન

દેશમાં ચોમાસાની રફતાર પવન વેગે આગળ વધી રહી છે. ગત 4 જૂનના રોજ વિધિવત રીતે કેરળમાં દસ્તક આપ્યા બાદ, મેઘરાજાએ માત્ર 5 જ દિવસમાં દેશના…

દેશમાં ચોમાસાની રફતાર પવન વેગે આગળ વધી રહી છે. ગત 4 જૂનના રોજ વિધિવત રીતે કેરળમાં દસ્તક આપ્યા બાદ, મેઘરાજાએ માત્ર 5 જ દિવસમાં દેશના 13 રાજ્યોને ભીંજવી દીધા છે. સોમવારે તેલંગાણામાં સફળ એન્ટ્રી કર્યા બાદ હવે ચોમાસું પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યું છે અને તે આર્થિક પાટનગર મુંબઈથી માત્ર 150 કિલોમીટર જ દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં મુંબઈમાં મેઘરાજાનું સત્તાવાર આગમન થઈ શકે છે.હાલતો આગામી 15 જૂન સુધી ગણ્યા ગાંઠ્યા જિલ્લાઓ સિવાય હવામાન સૂકું રહેવાની સંભાવના છે. જો કે, ગુજરાતમાં ચોમાસુ એકાદ અઠવાડિયુ મોડુ તા.20 જૂન પછી આવી શકે છે તેવુ હવામાન વિભાગનું અનુમાન છે.

મુંબઈમાં એન્ટ્રી થતાં જ ગુજરાતમાં પણ ચોમાસાની ઘડીઓ ગણાવવાની શરૂૂ થઈ જશે. હાલના તબક્કે ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો નથી, રાજ્યના નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ભેજવાળા પવનો ફૂંકાવાનું શરૂૂ થયા છે. ટૂંકમાં કહીએ તો 13 રાજ્યો સર કરીને ચોમાસું હવે મુંબઈના ઉંબરે આવીને ઊભું છે. 20 તારીખ આસપાસ ગુજરાતમાં પણ ચોમાસાના મંડાણ થાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર પંથકમાં આગામી ત્રણ દિવસ સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. જોકે, ત્યારબાદ એટલે કે 12મીથી 15મી જૂન દરમિયાન અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જેને પગલે સ્થાનિક લોકોને ગરમીથી થોડી રાહત મળશે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂૂઆત 15મી જૂનની આસપાસ થતી હોય છે, પરંતુ હવામાન વિભાગના અંદાજ પ્રમાણે આ વખતે ગુજરાતમાં ચોમાસું 20 તારીખ પછી આવી શકે છે.

ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી?
10 જૂન : નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી
11 જૂન : નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી
12 જૂન : નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી
13 જૂન : સુરત, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર
14 જૂન : ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર
15 જૂન : ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *