લખતર નજીક ટ્રેનની ઠોકરે હોમગાર્ડનું મોત

મૃતકના પરિવારમાં શોક લખતર અને કેશરીયા વચ્ચેના રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આદલસર ગામના રમેશભાઈ સોમાભાઈ ભંકોડિયાનું મોત થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના…

મૃતકના પરિવારમાં શોક

લખતર અને કેશરીયા વચ્ચેના રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આદલસર ગામના રમેશભાઈ સોમાભાઈ ભંકોડિયાનું મોત થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના બપોરના સમયે બની હતી. વિરમગામથી સુરેન્દ્રનગર તરફ જતી ટ્રેનની અડફેટે આવતા રમેશભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને લખતર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. મૃતક રમેશભાઈ ભંકોડિયા લખતર હોમગાર્ડમાં ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું છે.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *