યુવરાજનગરના યુવાને મોબાઇલ ચોરી મુદ્દે મિત્ર સાથે ઝઘડો થતા રાંદરડા તળાવમાં ઝંપલાવી દીધું

ગોંડલ રોડ નજીક યુવરાજનગરમાં રહેતો યુવાન લાપતા થયા બાદ રાંદરડા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પત્ની રિસામણે ચાલી જતાં ચાલતી તકરારમાં સાસરિયાઓ હત્યા કર્યાનો પરિવારજનોએ…

ગોંડલ રોડ નજીક યુવરાજનગરમાં રહેતો યુવાન લાપતા થયા બાદ રાંદરડા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પત્ની રિસામણે ચાલી જતાં ચાલતી તકરારમાં સાસરિયાઓ હત્યા કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પરંતુ યુવાને આત્મઘાતી પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.

આ કેસની હકીકત મુજબ ગોંડલ રોડ નજીક યુવરાજનગર શેરી નં.7માં રહેતો અને મજુરી કરતો વિપુલ ભરતભાઈ રાઠોડ (ઉ.વ.26) લાપત્તા થયા બાદ તેનો રાંદરડા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે વિપુલની પત્ની પાયલ એકાદ વર્ષથી રિસામણે ગંજીવાડામાં માવતરને ત્યાં રહે છે. વિપુલ તેને તેડવા ગયો હતો. પરંતુ પત્ની કે બાળકો સાથે આવ્યા ન હતા. એટલું જ નહીં સાસુએ વિપુલને લઈ જવાની અન્યથા તેને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર પછી વિપુલનો મિત્ર કિશન સોલંકી તેને દારૂૂ પીવડાવી રિક્ષામાં રાંદરડા તળાવ લઈ ગયો હતો. જયાં અન્યો પણ હાજર હતા. જેમણે લોખંડની ટોમીથી હુમલો કર્યા બાદ વિપુલને રાંદરડા તળાવમાં ધક્કો દઈ મારી નાખ્યો છે.

આ ચોંકાવનારા આક્ષેપ અંગે આજીડેમ પોલીસે તપાસ શરૂૂ કરી ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જોકે તબીબોએ મૃતકના શરીર પર ઈજાના નિશાન નહીં હોવાનો અભિપ્રાય આપ્યો હતો. સાથો-સાથ ડૂબી જવાથી મોત થયાનું પણ જણાવ્યું હતું. તબીબોએ વિસેરા લઈ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી દીધા છે. બીજી તરફ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે વિપુલ અને કિશન મિત્રો છે. કિશનને વિપુલે તેનો મોબાઈલ ચોરી કર્યાની શંકા હતી. આ મુદ્દે ગઈકાલે સવારે બંને રાંદરડા તળાવ પાસે હતા ત્યારે ઝઘડો થતાં કિશન પોતાની રિક્ષા ત્યાંજ મુકી જતો રહ્યો હતો.

પાછળથી ગમે તે બન્યું વિપલ રાંદરડા તળાવમાં ખાબકયો હતો. ફાયર બ્રિગેડે તેની શોધખોળ કરી હતી. મોડી રાત સુધી પત્તો નહીં મળતાં આજ સવારથી ફરીથી શોધખોળ કરતાં આખરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે કિશન સાથે ઝઘડો થતાં કે બીજા કોઈ કારણસર ડરી જતાં વિપુલે રાંદરડા તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કર્યાનું જણાય છે. તેને આપઘાતની ફરજ પાડવા અંગે ગુનો નોંધાય તેવી શક્યતા પણ પોલીસે દર્શાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *