‘ખાખી’એ ત્યજી દેવાયેલી બાળકી અપનાવી ધામધૂમથી ‘છઠ્ઠી’ ઉજવી

સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે ખાખી વર્દી પાછળ છુપાયેલા સંવેદનશીલ હૃદયનું એક ઉત્તમ ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે. પાંડેસરા પોલીસ સ્ટેશન એક પવિત્ર ઘરના…

સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે ખાખી વર્દી પાછળ છુપાયેલા સંવેદનશીલ હૃદયનું એક ઉત્તમ ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે. પાંડેસરા પોલીસ સ્ટેશન એક પવિત્ર ઘરના આંગણા જેવું મંગલમય બની ગયું, કારણ કે રસ્તા પર ત્યજી દેવાયેલી એક નવજાત બાળકી માટે સુરત પોલીસ ’માવતર’ બનીને વહારે આવી છે.
પાંડેસરા પોલીસે ત્યજી દેવાયેલી બિનવારસી માસૂમ બાળકીને પોતાની દીકરી ગણીને સ્વીકારી છે. વધુમાં, પાંડેસરા પોલીસ સ્ટેશનના પરિસરમાં જ બાળકીની ’છઠ્ઠી’ ધામધૂમથી ઉજવી અને તેનું નામ રાખ્યું ’કશિશ’. આમ, સુરત પોલીસ દ્વારા ફરી એકવાર અનોખું ઉદાહરણ પૂરું પાડતા સમાજ માટે માનવતાની મહેક પ્રસરાવી છે.

થોડા દિવસો અગાઉ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક ફૂલ જેવી માસૂમ બાળકી તરછોડાયેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો અને બાળકીને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. હોસ્પિટલમાં 14 દિવસની સઘન સારવાર બાદ જ્યારે આ બાળકી બિલકુલ સ્વસ્થ થઈ, ત્યારે પોલીસ પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

દુનિયાની નજરે જે બાળકી અનાથ હતી, તેને સુરત પોલીસ પરિવારે એકસૂરે સ્વીકારી લીધી હતી. હિન્દુ સંસ્કૃતિના રીત-રિવાજ મુજબ બાળકીના જન્મના છઠ્ઠા દિવસે પોલીસ સ્ટેશનમાં જ ’છઠ્ઠી વિધિ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે પાંડેસરા પોલીસ મથકને ફૂલો અને આસોપાલવના તોરણોથી ઘરની જેમ જ શણગારવામાં આવ્યું. ACP ઝવેર દેસાઇ અને PI કે.ડી.જાડેજા સહિત તમામ કર્મચારીઓ એક પરિવારની જેમ પૂજામાં બેઠા હતા.

વિધિ દરમિયાન ગોર મહારાજના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે આ દીકરીનું અત્યંત વહાલપૂર્વક “કશિશ” નામ રાખવામાં આવ્યું હતું. જ્યારે કશિશને પહેલીવાર પોલીસ સ્ટેશન લાવવામાં આવી ત્યારે તેના પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો અને કંકુ પગલાં પણ પાડવામાં આવ્યા હતા. અઈઙ, ઙઈં અને તમામ સ્ટાફે દીકરીને હીંચકામાં ઝુલાવી, જ્યારે મહિલા પોલીસકર્મીઓએ દીકરીને ખોળામાં રમાડીને હાલરડા ગાતા વાતાવરણ ભાવુક બની ગયું હતું.

આ દિકરી માટે માત્ર ઉજવણી જ નહીં, પરંતુ ભવિષ્યની જરૂૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પાંડેસરા પોલીસ મથકના ઙઈં કે.ડી.જાડેજા તરફથી જીયાણાની તમામ વસ્તુઓ, 30 જોડી કપડાં, રમકડા અને જીવન જરૂૂરિયાતની તમામ ચીજવસ્તુઓ દીકરીને ભેટમાં આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *