મોરબીના જાંબુડિયામાં પ્રેમલગ્ન કરનાર યુવતીને ભાઇ-પિતાએ આપી ધમકી

મોટી વાવડી ગામેથી 2016 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબીના જાંબુડીયા ગામે નીલકંઠ કારખાનાની લેબર કોલોનીમાં પ્રેમલગ્નનો ખાર રાખી પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી…

મોટી વાવડી ગામેથી 2016 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના જાંબુડીયા ગામે નીલકંઠ કારખાનાની લેબર કોલોનીમાં પ્રેમલગ્નનો ખાર રાખી પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે.

મોરબીના જાંબુડીયા ગામે નીલકંઠ સિરામિકની લેબર કોલોનીમાં રહેતા આરદીપભાઈ મુકેશભાઈ દાણા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી બાબુભાઈ કાળાભાઈ પરમારની દીકરી મનીષા સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે આરોપી બાબુભાઈ કાળાભાઈ પરમાર અને ભરતભાઈ બાબુભાઈ પરમારને સારું નહિ લાગતા આરદીપભાઈની કોલોનીએ છરી લઇ આવી સાહેદ મનીષાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોટી વાવડી ગામે રહેતા વિજયસિંહ સજુભા જાડેજા એ મોટી વાવડી ગામે ગુંદાવાડી સીમમાં પોતાની વાડીની ઓરડીમાં વિદેશી દારૂૂનો છુપાવીને રાખ્યો હોય અને તેનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂૂની બોટલ નંગ 2016 કીમત રૂૂ.3,74,976 નો મુદામાલ કબજે કરી આરોપી વિજયસિંહને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *