ઉપલેટા શહેરમાં રખડતા ઢોર અને આખલાઓનો ત્રાસ હવે મર્યાદા વટાવી ચૂક્યો છે, રસ્તા પર અડિંગો જમાવીને બેસતા પશુઓને કારણે રાહદારીઓ, સ્થાનિક દુકાનદારો અને વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
ઉપલેટા શહેરના સૌથી વ્યસ્ત ગણાતા બસ સ્ટેશન ચોક તથા વડલી ચોક વિસ્તારમાં અચાનક બે આખલાઓ વચ્ચે હિંસક લડાઈ ફાટી નીકળી હતી, આખલાઓ એકબીજા સાથે એ હદે આક્રમક રીતે બાખડયા હતા કે આસપાસના લોકોમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. આ બંને આંખલાઓ લડતા-લડતા નજીકમાં આવેલા ટેલિફોન એક્સચેન્જના પોલ સાથે જોરદાર ભટકાયા હતા. અને ત્યારબાદ રામભાઈ ધુલ વૃદ્ધ જે માર્કેટમાં શાક લેવા જઈ રહ્યા હતા તેમને આખલાએ હડફેતે લેતા સામાન્ય ઈજાઓ થય થઈ હતી અને જ્યારે કે બીજી બાજુ વડલી ચોકે ફેશન અડા શોરૂૂમ પાસે આખલા લડતા લડતા દુકાન ઉપર પહોંચી ગયા હતા સદનસીબે આ સમયે કોઈ મોટી જાનહાનિ ઘટી ન હતી, પરંતુ માર્કેટમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ અંગે સ્થાનિક આગેવાન લખમણભાઇ એ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, શહેરમાં આખલાઓનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. ખાસ કરીને શાકમાર્કેટ વિસ્તારમાં આખલાઓ કાયમી અડિંગો જમાવીને બેસી રહે છે.જેથીઐલોકોની સુરક્ષા સાથે ચેડાં કરતી આ ગંભીર સમસ્યા અંગે જ્યારે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. જવાબઘર અધિકારીઓ દ્વારા ફોન ન ઉપાડાતા અથવા જવાબ આપવાનું ટાળવામાં આવતા સ્થાનિક લોકોમાં તંત્રની આવી આળસુ અને બિનજવાબઘર નીતિ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. શહેરીજનો હવે આ આખલાઓના ત્રાસમાંથી કયારે મુક્તિ મળશે તેની રાહ જોઈ રહ્યા છે.
