વેરાવળમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા યુવાન પર હુમલો

વેરાવળ ના તાલાલા રોડ પર ઉધાર આપેલા રૂૂપિયા પરત માંગેલ તે ઉઘરાણીના મામલે જૂનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવકને રસ્તા વચ્ચે રોકી હોકી, લાકડી અને…

વેરાવળ ના તાલાલા રોડ પર ઉધાર આપેલા રૂૂપિયા પરત માંગેલ તે ઉઘરાણીના મામલે જૂનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવકને રસ્તા વચ્ચે રોકી હોકી, લાકડી અને લોખંડના પંચ વડે માર મારતા યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પીટલે સારવાર માં ખસેડેલ છે. આ બનાવની પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્રભાસ પાટણ ના શબ્બીર હુસેન સુલતાન ભાઈ મલેકે લગભગ એક વર્ષ અગાઉ મિત્રતાના નાતે સલમાનશા સલીમશા શાહમદારને રૂૂ.85 હજાર હાથ ઉછીના આપ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તે પોતાની રકમ પરત માંગતા હોવાથી સલમાનશા તેની સામે રોષ રાખતો હતો અને વારંવાર ધાક ધમકી આપતો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. ઇજાગ્રસ્ત યુવક ના સાળા ફઝમ પંજા એ જણાવ્યું હતું કે,ગત મધ્યરાત્રિએ શબ્બીર હુસેન પોતાના મિત્રો સાથે મોટર સાયકલ પર જઈ રહ્યો હતો ત્યારે તાલાલા બ્રિજ નજીક સલમાનશા અને તેના સાગરીતો રસ્તા વચ્ચે ઉભા રહી ગયા હતા.

આરોપીઓએ મોટરસાયકલ રોકાવી ચાવી કાઢી લીધી હતી. ત્યારબાદ શબ્બીર હુસેન નો કોલર પકડી નીચે ઉતારી “તને પૈસા આપવાના નથી, તું વારંવાર માંગણી કેમ કરે છે?” કહી ગાળો ભાંડી હુમલો શરૂૂ કર્યો હતો. આરોપી સલમાન શાના હાથમાં હોકી, સમીર શા પાસે લાકડી અને ઇબુ સલીમ બાનવા પાસે લોખંડનો પંચ હતો. પાંચેય શખ્સોએ એક સાથે તૂટી પડી માથા, ગરદન, કમર, હાથ અને શરીરના વિવિધ ભાગોમાં આડેધડ પ્રહારો કર્યા હતા.

હુમલામાં શબ્બીર હુસેન ના જમણા હાથના કાંડા અને કોણીમાં ફ્રેક્ચર થયું હતું, ત્યારે કપાળ, આંખની નીચે, ગરદન, પીઠ અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મારામારી દરમિયાન ગળામાં પહેરેલી અંદાજે બે તોલાની સોનાની ચેન પણ ઝપાઝપીમાં ગુમ થઈ ગઈ હોવાનો ફરિયાદમાં જણાવ્યું છે. હુમલાખોરોએ “આજે તને જીવતો નહીં છોડી એ” અને “તારા ટાંટિયા ભાંગી નાંખીશું” જેવી ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. પોલીસે ઈજાગ્રસ્ત યુવક શબ્બીર હુસેન સુલતાન ભાઈ મલેક ની ફરિયાદ આધારે આરોપીઓ સલમાનશા સલીમશા શાહમદાર, સમીરશા સલીમશા શાહમદાર, ઇબુ સલીમ બાનવા, સાહિલ સલીમ બાનવા, બાબા દાદા કુરેશી વિરુદ્ધ બીએનએસ ની કલમ 187(2), 190 ,191(3), 191(2), 115(2), 117 (2), 351 (3) મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *