કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોનમાં થેલીનું ભેદી વિતરણ, એક દિવસ પૂર્વે અપાઇ ગઇ!

પર્યાવરણ ડેના દિવસે વિતરણ થવાની જાહેરાત હતી, આગલા દિવસે કોના કહેવાથી વિતરણ થઇ ગઇ? કેટલી આવી, કેટલી ગઇ તેનો કોઇ હિસાબ નહીં રાજકોટ મહાનગરપાલિકામાં પ્રજાના…

પર્યાવરણ ડેના દિવસે વિતરણ થવાની જાહેરાત હતી, આગલા દિવસે કોના કહેવાથી વિતરણ થઇ ગઇ? કેટલી આવી, કેટલી ગઇ તેનો કોઇ હિસાબ નહીં

રાજકોટ મહાનગરપાલિકામાં પ્રજાના પરસેવાની કમાણી તો ઠીક પ્રજાને આપવા માટેની ચીજ વસ્તુુઓ પણ સગેવગે થઇ જતી હોવાના દાખલા અનેકવખત સામે આવ્યા છે. ત્યાં સુધી કે કાપડની થેલીને પણ બારોબાર પગ આવી જાય છે! ગઇકાલે તા.5 જુન વિશ્વ પર્યાવરણ દિવસે સખી મંડળની બહેનોે કાપડમાનથી બનાવેલી 9000 બેગનું વિનામુુલ્યે વિતરણ કરાયું હતું.

શહેરની તમામ વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટરો અને મુખ્ય ત્રણેય ઝોન કચેરીમાં શુક્રવારે નિ:શુલ્ક વિતરણ થશે તેવી સતાવાર અખબારી યાદી ખુદ મનપાએ જ જાહેર કરી હતી. પણ જે બિલ્ડીંગમાં મેયર સહીતના શાસકો અને કમિશનર બેસે છે તે મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીમાં કાપડની થેલી લેવા આવતા અરજદારોને એવો જવાબ મળ્યો હતો કે થેલીનું તો ગઇકાલે એટલે બુધવારે જ વિતરણ થઇ ગયું છે. એક દિવસ અગાઉ કોની સુચનાથી થેલીનો જંગી સ્ટોક ખાલી કરી દેવાયો? એ અહમ સવાલ વચ્ચે શંકાની સોઇ તણાઇ રહી છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્તિ અને પુન:ઉપયોગને પ્રોત્સાહન આપતી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂૂપે મહાનગરપાલિકાની વિવિધ છ લાયબ્રેરીઓ ખાતે કાર્યરત આર.આર.આર.(Reduce, Reuse, Recycle) સેન્ટરોમાં શહેરીજનો દ્વારા જમા કરાવવામાં આવેલા જૂના કપડાંમાંથી કાપડની 9,000 જેટલી થેલીઓ તૈયાર કરી આજે તા. 05-06-2026થી તમામ વોર્ડ ઓફિસો, સિટી સિવિક સેન્ટરો તથા ઝોન ઓફિસોમાં આવતા નાગરિકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી.

આ અંગે મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર અનંદુ સુરેશ ગોવિંદ, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, આ પહેલને નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકોમાં મારું શહેર, સ્વચ્છ શહેરની ભાવના પ્રબળ બની છે. તેઓએ જણાવ્યું હતું કે આર.આર.આર. સેન્ટરોનો મુખ્ય હેતુ નાગરિકોમાં ચીજવસ્તુઓના પુન:ઉપયોગ અને રિસાયકલિંગ અંગે જાગૃતિ લાવવાનો તેમજ ઉપયોગમાં ન આવતી વસ્તુઓને ફરી ઉપયોગમાં લાવી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવાનો છે. સેન્ટરોમાં મોટી સંખ્યામાં એકત્ર થતા જૂના કપડાંમાંથી મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા સાથે સંકળાયેલી સખી મંડળની બહેનો દ્વારા સુંદર અને ઉપયોગી કાપડની થેલીઓ તૈયાર કરવામાં આવી છે.

આ પહેલ માત્ર પર્યાવરણ સંરક્ષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારને પણ પ્રોત્સાહન આપે છે. બિનઉપયોગી કપડાંને નવી ઉપયોગી વસ્તુમાં પરિવર્તિત કરીને ‘વેસ્ટ ટુ વેલ્થ’ના અભિગમને પણ સફળતાપૂર્વક સાકાર કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *