અમારો વિરોધ કરનારા લવ જેહાદનો પણ વિરોધ કરે : બાબા બાગેશ્ર્વર

કથા હિન્દુઓને જોડવા માટે છે જેથી અમારા વિરોધીઓ વધી રહ્યા છે, મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતા હિન્દુઓનો વિરોધ કરો : ધીરેન્દ્ર શાસ્ત્રીજી રાજકોટના…

કથા હિન્દુઓને જોડવા માટે છે જેથી અમારા વિરોધીઓ વધી રહ્યા છે, મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતા હિન્દુઓનો વિરોધ કરો : ધીરેન્દ્ર શાસ્ત્રીજી

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત સનાતન સેતુ હનુમંત કથાના પ્રથમ દિવસે ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ (બાગેશ્વર ધામ સરકાર)ના શ્રીમુખેથી હનુમંત કથાનું પાવન રસપાન કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર કથા સ્થળે ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ત્રણ વર્ષ બાદ ફરી બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીજીનું રાજકોટમાં આજે આગમન થયું હતું.

આગમન સમયે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગત બાબતે તેઓએ પ્રસનતા વ્યક્ત કરી હતી.
કથાની શરૂૂઆતમાં સી.સી. ધ રોકસ્ટાર બેન્ડ તથા જાણીતા બોલીવુડ પ્લેબેક સિંગર અને લાઇવ પરફોર્મર ચૈતાલી છાયાએ ભજન અને સંગીતની સુંદર રજૂઆત કરી હતી, રામ સિયારામ સિયારામ જય જય રામ ની ધૂન ઉપર લોકો ને ખૂબ ડોલાવ્યા હતા. જેના કારણે ઉપસ્થિત હરિભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી દાદા ની આરતી પૂજા અર્ચન કરેલ. ત્યારબાદ સંતો મહંતો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

શરૂઆતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ રાજકોટમાં આવવાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી સંત મહંતોની ધરતી છે કે જ્યાં એક બાજુ સોમનાથ મહાદેવ અને બીજી બાજુ ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે આ ધરતી ઉપર નરસિંહ મહેતા, દ્વારકાધીશ અને જલારામબાપા જેવા સંત થઈ ગયા છે એ ધરતીનું પૂછવું જ શું ? તેમણે વધુમાં જણાવ્યું હતું કે હનુમાન દાદા ની કથા હિન્દુઓને જોડવા માટે છે અને પરમાત્મા ના આશીર્વાદ થી ભારત હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાષ્ટ્ર વિરોધ કરતો નાશ પામશે ધજા ફરકશે તેઓએ એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે પરમાત્મા જાણવાનો વિષય નથી પરંતુ અનુભવ કરવાનો વિષય છે. અત્યંત રસાળ શૈલીમાં તેઓએ જણાવ્યું હતું કે જગતના ભરોસે રહેવાનું નહીં પરંતુ જેને જગત બનાવ્યું છે તેના ઉપર ભરોસો કરો. જેની સાથે પરમાત્મા છે તેનો વિજય નિશ્ચિત છે. પ્રથમ દિવસે હુંકાર કરતા ધીરેન્દ્રશાસ્ત્રીએ કહયું ભારત હિન્દુ રાષ્ટ્ર બની ને જ રહેશે. આ કથા હિન્દુઓને જોડવા માટે છે.

પ્રથમ દિવસે હુંકાર કરતા ધીરેન્દ્રશાસ્ત્રીએ કહયું ભારત હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે. આ કથા હિન્દુઓને જોડવા માટે છે. જેથી અમારા વિરોધીઓ પણ વધી રહયા છે. આ ઝુંબેશ અમારી ચાલુ જ રહેશે. અમો હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરીએ છીએ એટલો અમારો વિરોધ થઈ રહયો છેે. બે દિવસ હનુમંત કથા અને એક દિવસ દિવ્ય દરબારનું આયોજન થશે. જે જીવ પરમાત્મા ની પાસે છેે ભાવથી ભકિત કરે છે ભકિતમય છે તેનુ કોઈ કાંઈ બગાડી નથી શકતુ ધર્માન્તરણ રોકવા માટે અમીર હીન્દુઓએ ગરીબ હિન્દુઓને મદદ કરવી જોઈએ. એ.આઈ.નો અર્થ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ અનેએચ.આઈ.નો અર્થ હિન્દુત્વ ઈન્ટેલીજન્સભકતનું કામ પડી જવાનુ છે પરંતુ ભગવાનનું કામ તેને સંભાળવાનું છે ઉગારવાનું છે. હનુમાનજી લંકામાં જઈ શકે તો અમો શું કામ રાજકોટના આવી શકીએ.

સંસાર ઉપર વિચાર કરો પરંતુ ભગવાન ઉપર ભરોસો કરો જેમણે ભગવાન પર ભરોસો કર્યો છે સીતા માતા દ્રોપદી અને શબરીની લાજ ભગવાને જ બચાવી હતી. બુરાઈનું પ્રતીક રાવણ છે સારાઈ નું પ્રતીક રામ છે બુરાઈ ને મારવા માટે રામ ને જગાડવા આત્મામાં જગાડવા જ પડશે. પૂજા ત્યારે કરો જયારે મન લાગે બહારથી પૂજા કરવાનો કોઈ અર્થ નથી. કથા સ્થળે રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને જાહેર પરિવહનના પ્રોત્સાહનને ધ્યાનમાં રાખી અનેક શ્રદ્ધાળુઓએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને કથા સ્થળે પહોંચીને પર્યાવરણ સંરક્ષણ અને સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થામાં સહભાગીતા નોંધાવી હતી. હનુમાનજીના આદર્શો, સનાતન સંસ્કૃતિના મૂલ્યો તથા રાષ્ટ્રપ્રેમના સંદેશને શ્રદ્ધાળુઓએ આત્મસાત કર્યો હતો.

અંધશ્રધ્ધા ફેલાવવાનો હેતુ નથી, અન્ય ધર્મ ગુરુઓ તરફ આકર્ષાતા હિન્દુઓને હનુમાન ચાલીસા-સનાતન પરંપરા સાથે જોડવાનો છે
બાગેશ્વરધામ તરીકે પ્રચલિત કથાવાચક ધરેન્દ્ર શાસ્ત્રીના વિવાદોથી ઘેરાયેલો તેમલો હાલનો રાજકોટ પ્રવાસ આજે કથાના પહેલા જ દિવસે વ્યાસપીઠ પરથી તેમને આપેલા નિવેદનને કારણે વધુ ગરમાતો હાવોનું લાગી રહી છે. વ્યાસપીઠ પરથી સંબોધન કરતાં કથાવાચક ધરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, તેમના ગુરુ સન્યાસી બાબાએ તેમને કહ્યું હતું કે, તું જેટલી અગ્નિ પરીક્ષા આપી રહ્યો છે, તેટલી કદાચ માતા સીતાજીએ પણ નથી આપી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા સહિત વિવિધ વર્તુળોમાં ચર્ચા શરૂૂ થઈ છે. કેટલાક લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, શું શાસ્ત્રી પોતાના સંઘર્ષોની તુલના માતા જાનકીની અગ્નિ પરીક્ષા સાથે કરી રહ્યા છે અથવા પોતાને તેનાથી વધુ કસોટીમાંથી પસાર થયેલા ગણાવી રહ્યા છે. શાસ્ત્રીએ કથાના આયોજનમાં ફેરફારની પણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, અગાઉ દરરોજ કથા સાથે દરબાર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ હવે માત્ર બે દિવસ કથા યોજાશે અને અંતિમ દિવસે જ દરબાર ભરાશે. દરબાર અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, તેનો હેતુ અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી. પરંતુ એવા હિન્દુઓને હનુમાન ચાલીસા અને સનાતન પરંપરા સાથે જોડવાનો છે. જેઓ અન્ય ધર્મગુરુઓ અથવા અન્ય પરંપરાઓ તરફ આકર્ષાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે, દિવ્ય દરબાર લગાવવાનો સાચો હેતુ એવા હિન્દુઓને હનુમાન ચાલીસા બોલવડાવાનું છે. જે હિન્દુઓ ચાદર અને ફાધર પાસે જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *