ભાવનગર નજીક અધેલાઇ સર્કલ પાસે બિનવારસી ક્ધટેનરમાંથી રૂપિયા 24.23 લાખનો દારૂ ઝડપાયો

ભાવનગર-અમદાવાદ હાઇ-વે પર આવેલા અધેલાઇ સર્કલ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂૂ ભરેલું એક બંધ બોડીનું ક્ધટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે રૂૂ. 24.23 લાખનો વિદેશી…

ભાવનગર-અમદાવાદ હાઇ-વે પર આવેલા અધેલાઇ સર્કલ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂૂ ભરેલું એક બંધ બોડીનું ક્ધટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે રૂૂ. 24.23 લાખનો વિદેશી દારૂૂ સહિત કુલ રૂૂપિયા 39.23 મતા કબજે કરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગ અને વોચમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ-ધોલેરા હાઇ-વે અધેલાઇ સર્કલથી ધોલેરા તરફ જવાના રસ્તે આશરે 100 મીટર દૂર એક સફેદ અને બજરીયા કલરનું ટાટા કંપનીનું બંધ બોડીનું ક્ધટેનર ટ્રક (રજી. નંબર: GJ-15-AX-1084) ) શંકાસ્પદ હાલતમાં પડેલું છે અને તેમાં કોઈ ગેરકાયદેસર જથ્થો ભરેલો છે.

બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને રેઇડ કરી હતી. પોલીસે બંધ ક્ધટેનર ખોલીને તપાસ કરતા તેમાંથી માત્ર ’દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દિવ’ વિસ્તારમાં જ વેચાણ માટે મંજૂરી ધરાવતી, કંપની સીલપેક કાચની વિદેશી દારૂૂની નાની-મોટી કુલ 12,984 બોટલો મળી આવી હતી. પોલીસે ક્ધટેનરમાંથી રૂૂ. 8,81,400/- ની કિંમતની બેગપાઇપર ડીલક્સ વ્હીસ્કીની 750 ખકની 1,560 બોટલ (130 પેટી) તથા રૂૂ.15,42,240/- ની કિંમતની 180 ખકની 11,424 બોટલ (238 પેટી) જપ્ત કરી હતી. આ સાથે જ પોલીસે રૂૂ. 15,00,000/- ની કિંમતનું ટાટા કંપનીનું ક્ધટેનર તેમજ કેબીનમાંથી મળી આવેલા ઇ-વે બિલ, ઇન્વોઇસ બિલની નકલો, ફિટનેસ સર્ટીફિકેટ, પરમીટ, પી.યુ.સી., વીમા નકલ અને બારકોડવાળા સ્ટીકર સહિત કુલ રૂૂ. 39,23,640/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ દારૂૂનો જથ્થો અત્રે કોણે મંગાવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી, હાલ ફરાર થઈ ગયેલા ક્ધટેનર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. વાઢેર તથા સ્ટાફના અનિરૂૂધ્ધસિંહ ગોહિલ અને એજાજખાન પઠાણ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *