વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, L&Tના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસના અવસરે ગુજરાત પધાર્યા છે. આજે બપોરે બે વાગ્યે તેઓ સુરત એરપોર્ટ પર પધાર્યા હતાં અને ત્યાંથી એલ એન્ડ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસના અવસરે ગુજરાત પધાર્યા છે. આજે બપોરે બે વાગ્યે તેઓ સુરત એરપોર્ટ પર પધાર્યા હતાં અને ત્યાંથી એલ એન્ડ ટી કંપનીના હજીરા સ્થિત પ્લાની મુલાકાત લીધી હતી. હજીરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ તૈયાર થયેલી અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજી અને ગ્રીન એનર્જી પ્રોજેકટનું નિરીક્ષણ કર્યુ હતું.

એલ એન્ડ ટી કંપનીના ચેરમેન અને ટોચના એન્જીનીયરોની હાજરીમાં વડાપ્રધાને દેશની સુરક્ષા માટેના મહત્વપૂર્ણ પ્રોજેકટસની ડીટેઈલ્સ મેળવી હતી. એલ એન્ડ ટીના પ્લાન્ટની મુલાકાત બાદ સુરતના ઐતિહાસીક ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પધાર્યા હતાં અને ત્યાં જંગી રેલીને સંબોધન કર્યુ હતું. ત્યારબાદ સાંજે વડાપ્રધાન મોદી સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા જિલ્લાના અંદાજીત 18778 કરોડના વિવિધ આઠ વિભાગનાં 24 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *