ઇન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટના તાર હડમતાળામાંથી નીકળતા સ્થાનિક રાજકારણમાં તોળાતો ભૂકંપ

જે ફેક્ટરીમાંથી 7 વર્ષ પહેલાં 100 કિલો ફેન્ટાનીલ ઝડપાયું તે ફેક્ટરીમાં ફરી વખત EDની રેડ, મની લોન્ડરિંગ-હવાલા-ફંડિંગની ચેનલ ગોંડલના અને સૌરાષ્ટ્રના મોટા નેતાને દઝાડશે એન્ફોર્સમેન્ટ…

જે ફેક્ટરીમાંથી 7 વર્ષ પહેલાં 100 કિલો ફેન્ટાનીલ ઝડપાયું તે ફેક્ટરીમાં ફરી વખત EDની રેડ, મની લોન્ડરિંગ-હવાલા-ફંડિંગની ચેનલ ગોંડલના અને સૌરાષ્ટ્રના મોટા નેતાને દઝાડશે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ‘મેફેડ્રોન કિંગ’ તરીકે કુખ્યાત સલીમ ઇસ્માઇલ ડોલાના વ્યાપક ડ્રગ તસ્કરી સિન્ડિકેટ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આ ઓપરેશનમાં ખાસ કરીને રાજકોટની ફેક્ટરી ફરી એક વખત મેફેડ્રોન (MD) ડ્રગ ઉત્પાદનમાં સંકળાયી હોવાનું સામે આવ્યું છે. આ દરોડામાં રાજકોટના હડમતાળાની કેમિકલ ફેક્ટરીની સંડોવણી બહાર આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજકોટના હડમતાળામાં આ વખતે મેફેડ્રોન (MD) અને અન્ય સિન્થેટિક ડ્રગ્સના ગુપ્ત ઉત્પાદન યુનિટ્સ સેમ ફાઈનો કેમ લિમિટેડ પર રેડ કરવામાં આવી છે. EDની તાજેતરની કાર્યવાહીમાં પણ રાજકોટમાંથી પ્રિકર્સર કેમિકલ્સ, ઉત્પાદન સાધનો અને સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે, જે સિન્ડિકેટના સ્થાનિક નેટવર્કને મજબૂત કરતા હોવાનું સૂચવે છે. અગાઉ 2019માં ફેક્ટરીના માલિક દિપક મેહતાની ફેન્ટાનીલ દ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે 100 કિલો જેટલો દ્રગનો જથ્થો ફેક્ટરીમાંથી મળી આવ્યો હતો. તેમાંથી છૂટ્યા બાદ સ્થાનિક રાજકારણી અને સંગઠનના નેતાની ભાગીદારી-કમ-પ્રોટેક્શન મની હેઠળ ફરીથી ડ્રગનો કાળો કારોબાર શરુ કર્યો હતો. પરંતુ હવે EDની રેડ બાદ દિપક મહેતા સાથે સંડોવણી માટે ગોંડલના અને સૌરાષ્ટ્રના મોટા નેતાના તપેલા ચડે તેવી પણ શક્યતા છે.

EDના અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (ઙખકઅ) હેઠળ કરવામાં આવી છે. તપાસમાં સલીમ ડોલા અને તેના સાથીઓ દ્વારા ચલાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ નેટવર્કના મહત્વના કડીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આમાં પ્રિકર્સર કેમિકલ સપ્લાયર્સ, મેફેડ્રોન ઉત્પાદકો, વિતરકો, હવાલા ઓપરેટર્સ અને બેનામી સંપત્તિ ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
ઓપરેશન દરમિયાન કેશ, વિદેશી કરન્સી (યુએસડી 2,200 સહિત), સોનાની બાર અને બેંક ખાતાઓમાંથી કુલ રૂૂપિયા 1.33 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

વધુમાં, ભારત અને દુબઈમાં કરોડો રૂૂપિયાની અચલ સંપત્તિઓ સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જે ડ્રગ તસ્કરીની આવકથી ખરીદવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. આ કાર્યવાહીથી સિન્ડિકેટના ઓપરેશનલ અને નાણાકીય નેટવર્કને ભારે ફટકો પડ્યો છે.

આ તપાસ મુંબઈ અને ગુજરાતમાં નોંધાયેલી અનેક FIRs પર આધારિત છે. EDનું કહેવું છે કે રાજકોટ સહિતના વિસ્તારોમાં MD ડ્રગ ઉત્પાદન અને તેના નેટવર્કને તોડવા માટે વધુ કાર્યવાહી ચાલુ રહેશે. આ કેસ ડ્રગ તસ્કરી અને મની લોન્ડરિંગ વિરુદ્ધની સરકારી એજન્સીઓની કડક સ્થિતિને દર્શાવે છે.

ગુજરાત પોલીસ અને અન્ય એજન્સીઓ રાજકોટ જેવા વિસ્તારોમાં ડ્રગ મેન્યુફેક્ચરિંગને રોકવા માટે વધુ સતર્ક રહેવાની જરૂૂર છે. આ રેડમાં મળેલા પુરાવાઓના આધારે વધુ અરેસ્ટ અને કાર્યવાહીની અપેક્ષા છે.

1.33 કરોડની બેંક બેલેન્સ-ફોરેન કરન્સી સીઝ
સર્ચ દરમિયાન કેશ, વિદેશી ચલણ, સોનાની બાર અને બેંક બેલેન્સ સહિત અંદાજે રૂૂ. 1.33 કરોડની સંપત્તિ જપ્ત અને ફ્રીઝ કરવામાં આવી છે. વધુમાં, ઞજઉ 2,200ની વિદેશી ચલણ પણ જપ્ત કરાઈ છે. તપાસ દરમિયાન ભારત અને દુબઈમાં આવેલી અનેક કરોડની અચલ સંપત્તિઓ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે, જે ડ્રગ સિન્ડિકેટની આવકમાંથી કરવામાં આવેલા રોકાણોની પુષ્ટિ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *