POKમાં પાકિસ્તાન સરકાર સામે જબ્બર વિરોધ પ્રદર્શન, મંગળવારથી પબ્લિક લોકડાઉનનું એલાન

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં રવિવારે યોજાનારી ચૂંટણી પહેલાં જનતા મેદાનમાં ગુજરાત મિરર, કરાચી તા.5 પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી અને મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને લોકોમાં ભારે…

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં રવિવારે યોજાનારી ચૂંટણી પહેલાં જનતા મેદાનમાં

ગુજરાત મિરર, કરાચી તા.5
પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી અને મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી પાકિસ્તાન સરકાર અને સ્થાનિક પ્રશાસન વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સ્થાનિક રિપોર્ટ્સ મુજબ મુઝફ્ફરાબાદ, રાવલકોટ, કોટલી અને મીરપુર સહિતના વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે.

પ્રદર્શનકારીઓનો આરોપ છે કે લાંબા સમયથી વિસ્તારમાં વિકાસના કામો અટકેલા છે અને લોકોને રોજિંદી જરૂૂરી સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. લોકોએ મોંઘવારી, વીજળી સંકટ, ખરાબ રસ્તાઓ, આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓની અછત અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક વિસ્તારોમાં લોકોને રાશન અને જરૂૂરી વસ્તુઓ માટે કલાકો સુધી રાહ જોવી પડે છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
આ દરમિયાન વિવિધ નાગરિક સંગઠનોના સંયુક્ત મંચ ’જોઇન્ટ આવામી એક્શન કમિટી’એ 9 જૂનથી એક મહિનાના ’પબ્લિક લોકડાઉન’ની જાહેરાત કરી છે. સંગઠનના અધ્યક્ષ શૌકત નવાઝ મીરએ લોકોને પહેલેથી જ જરૂૂરી રાશન અને સામાન એકત્રિત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ આંદોલન લોકોના અધિકારો અને વિસ્તારના વિકાસ માટે શરૂૂ કરવામાં આવ્યું છે.

બીજી તરફ ગિલગિટ-બાલ્ટિસ્તાન માં 7 જૂને યોજાનારી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. સ્થાનિક નેતાઓ અને વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો છે કે વિસ્તારની રાજનીતિ પર પાકિસ્તાન સરકાર અને સેનાનો પ્રભાવ વધારે છે. ચૂંટણી પ્રચાર માટે ગિલગિટ પહોંચેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફએ વિસ્તારની ખરાબ હાલત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વિકાસ માટે ફાળવાયેલા નાણાં ક્યાં ખર્ચાયા તે અંગે સવાલ ઉઠાવ્યો હતો. જ્યારેબિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ ગિલગિત-બાલ્ટિસ્તાનના વિકાસ અને લોકોના અધિકારો અંગે નિવેદન આપ્યું હતું.

કેટલાક સ્થાનિક નેતાઓએ મતદાર યાદીમાં ગેરરીતિના આરોપો લગાવી નિષ્પક્ષ ચૂંટણીની માંગ કરી છે. જોકે આ મામલે અધિકારીઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હાલ POK અને ગિલગિત-બાલ્ટિસ્તાનમાં વધતા વિરોધ અને રાજકીય હલચલને કારણે સમગ્ર વિસ્તારનું વાતાવરણ તંગ બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *