રેલનગરના પ્રૌઢે વાંકાનેર ભત્રીજાના ઘરે જઇ ઝેરી દવા ગટગટાવી લીધી

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢેએ માનસિક બિમારીથી કંટાળી વાંકાનેર ભત્રીજાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢેએ માનસિક બિમારીથી કંટાળી વાંકાનેર ભત્રીજાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં છત્રપતી શિવાજી ટાઉનશીપમાં રહેતા ચમનભાઇ શિવાભાઇ પરમાર (ઉ.વ.60)નામના પ્રૌઢે બે દિવસથી વાંકાનેર વીશીપરા વિસ્તારમાં રહેતા તેના ભત્રીજા જનકભાઇના ઘરે આંટો મારવા ગયા હતા. જયા તેમણે આજે સવારે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી વાંકાનેર સિટી પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં પ્રૌઢેને માનસિક બિમારી હોય જેનાથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે.

ઘનશ્યામ નગરમાં યુવાને ફિનાઇલ પીધુ
શહેરના કોઠારિયા મેઇન રોડ પર આવેલા ઘનશ્યામ નગરમાં રહેતા વિપુલ લક્ષ્મણભાઇ મકવાણા (ઉ.વ.30)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે કોઇ કારણસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *