ગીરમાં ભેદી રોગચાળામાં સિંહના મોત મામલે રિપોર્ટના 10 દિવસ બાદ પણ ઠેકાણા નથી

વનવિભાગની એક બે દિવસમાં રિપોર્ટ આવવાની ખાતરીનું સુરસુરીયું, પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ગીરના સિંહોના મોતની ઘટનામાં વન વિભાગના રિપોર્ટના વિલંબે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. છેલ્લા…

વનવિભાગની એક બે દિવસમાં રિપોર્ટ આવવાની ખાતરીનું સુરસુરીયું, પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ

ગીરના સિંહોના મોતની ઘટનામાં વન વિભાગના રિપોર્ટના વિલંબે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. છેલ્લા 10 દિવસમાં 13 સિંહોના મોત થયા છે, જેમાં 10 સિંહ બચ્ચાઓનો સમાવેશ થાય છે. તેમ છતાં વન વિભાગ હજુ સુધી મોતનું ચોક્કસ કારણ જાહેર કરી શક્યું નથી.

ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)માં મોકલવામાં આવેલા સેમ્પલના અંતિમ રિપોર્ટની રાહ હજુ પણ જોવાઈ રહી છે. અધિકારીઓએ કહ્યું કે રિપોર્ટ એક-બે દિવસમાં આવી જશે, પરંતુ આ વિલંબને લઈને વન્યપ્રાણી કાર્યકરો અને નિષ્ણાતોમાં નારાજગી વ્યાપી છે. મોતની ઘટના શરૂૂ થયાને 10 દિવસથી વધુ સમય વીતી ગયો છે, તેમ છતાં અંતિમ લેબોરેટરી રિપોર્ટ હજુ આવ્યો નથી. 2018 અને 2020ના અનુભવ પછી પણ વન વિભાગ પાસે ઝડપી નિદાનની વ્યવસ્થા ન હોવાની આકરી ટીકા થઈ રહી છે. નિષ્ણાતો કહે છે કે પ્રાથમિક તપાસ (જેમ કે ELISA ટેસ્ટ)નો ઉપયોગ વધુ ઝડપથી કરી શકાય તેમ હતું, પરંતુ તેમાં વિલંબ થયો.

વર્તમાનમાં બેબેસિઓસિસ અને કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (CDV)ના સંયુક્ત સંક્રમણની સૌથી વધુ શક્યતા છે. 2018માં પણ આ જ સંક્રમણે સિંહોના મોતનું કારણ બન્યું હતું.વન્યપ્રાણી સંરક્ષણકારોએ માંગ કરી છે કે આવી સંવેદનશીલ બાબતમાં રિપોર્ટ આવવામાં વિલંબ ન થવો જોઈએ. ગીર વિશ્વની એકમાત્ર જગ્યા છે જ્યાં એશિયાટિક સિંહો વન્ય સ્વરૂૂપે જીવે છે. આવા વિલંબથી સિંહોના સંરક્ષણમાં ગંભીર ખામીઓ દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *