વેરાવળમાં ડારી ટોલ પ્લાઝા નજીક સીએનજી કાર બની અગનગોળો

ફાયરબ્રિગેડની સમયસર કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી વેરાવળ નજીક હાઇવે પર ડારી ટોલ પ્લાઝા સામે એક સીએનજી મોટરકાર માં અચાનક આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક…

ફાયરબ્રિગેડની સમયસર કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી

વેરાવળ નજીક હાઇવે પર ડારી ટોલ પ્લાઝા સામે એક સીએનજી મોટરકાર માં અચાનક આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ મોટરકાર ને નુકસાન થયું છે.

હાઇવે રોડ ઉપર સીએનજી મોટર કાર માં આગ લાગેલી હોવાના બનાવની જાણ જગમાલભાઇ સોલંકી એ ફાયર કંટ્રોલ રૂૂમમાં કરતા ફાયર વિભાગની ટીમ વાહન સાથે સ્થળ ઉપર પહોંચી હતી. ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

સમયસરની કાર્યવાહીથી આગ વધુ ફેલાતી અટકી હતી. આગની ઘટનાને કારણે હાઇવે પર થોડો સમય ટ્રાફિક પ્રભાવિત થયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, કાર નંબર જીજે 06 કેડી 5789 ને અંદાજે રૂૂા.ચાર લાખનું નુકસાન થયું છે. આ મોટર કાર ઉત્તરાખંડના રહેવાસી મુકુલ કલ્પીની હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી અથવા સીએનજી સિસ્ટમમાં લીકેજના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *